તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાય અને શ્વાનના ઓપરેશન તમામને કેન્સર મુક્ત કરાયા

ગાય અને શ્વાનના ઓપરેશન તમામને કેન્સર મુક્ત કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેનિમલહેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ તેમજ જૂનાગઢ વેટરનરી કોલેજના 22 તબીબોની ટીમે સૌરાષ્ટ્રના 57 પશુ-પક્ષીઓની ગુરુવારે નિ: શુલ્ક સારવાર કરી હતી, જેમાં કેન્સરગ્રસ્ત લેબ્રેડોર, પગ, પોમેરિયન જાતિના 7, તેમજ 1 ગાયના ઓપરેશન કરી તેમને કેન્સર મુક્ત કરાયા હતા.

કેમ્પમાં 5 ગાય, 1 બળદ, 1 પોપટ તથા દેશી-વિદેશી 50 મળી 57 પશુની સારવાર કરવામાં આવી હતી. એક પોમેરિયનની આંખમાં ચેરી જેવો ફોડલો થઇ ગયો હતો. જે ઓપરેશન કરી દૂર કરવામાં આવ્યો હતો. 50 પૈકી 25 શ્વાન દાંતમાં રસી થઇ જવાના રોગનો શિકાર બન્યા હતા. જ્યારે એક ગાયને હર્નિયા (સાંરણગાંઠ)નું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગાયો-બળદ ગૌશાળામાંથી આવ્યા હતા. તો એક જીવદયા પ્રેમી ચર્મરોગનો ભોગ બનેલા પોપટને લાવ્યા હતા જે પોતાની જાતને ખંજવાળને કારણે ચાંચ મારી ઘાયલ કરતો હતો. તેની પણ સારવાર લીધાનું મિતલભાઇ ખેતાણીએ જણાવ્યું હતું.

22 વેટરનરી તબીબોની ટીમે કર્યું અનોખુ આયોજન

અેનિમલ હેલ્પ લાઇન દ્વારા 57ને સારવાર અપાઇ

અન્ય સમાચારો પણ છે...