તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | દીકરાનુંઘર વૃધ્ધાશ્રમ ઢોલરા દ્વારા સમાજ ઉપયોગી અને પ્રેણાદાયક

રાજકોટ | દીકરાનુંઘર વૃધ્ધાશ્રમ ઢોલરા દ્વારા સમાજ ઉપયોગી અને પ્રેણાદાયક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | દીકરાનુંઘર વૃધ્ધાશ્રમ ઢોલરા દ્વારા સમાજ ઉપયોગી અને પ્રેણાદાયક કાર્યક્રમોનું અવારનવાર આયોજન કરવામાં આવે છે. આવું એક પ્રેરણાદાયી આયોજનરૂપે શહેરની પ્રતિભાવંત 51 મહિલાઓને બિરદાવવાનો અને સન્માનવાનો કાર્યક્રમ નારી તું નારાયણી શિર્ષક અંતર્ગત 2 ઓક્ટોબરના રોજ સાંજે 4.30 થી 7.30 દીકરાનું ઘર, વૃધ્ધાશ્રમ ઢોલરા ઓડિટોરિયમ ખાતે યોજાશે. કાર્યક્રમ અંગે માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, પ્રતાપભાઇ પટેલ, અનુપમભાઇ દોશીએ જણાવ્યું હતું કે દરેક સફળ પુરુષની સફળતાની પાછળ સ્ત્રીનો હાથ રહ્યો છે. વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં અને દરેક કાર્યમાં સ્ત્રીઓનું યોગદાન રહ્યું છે. પ્રતિભાવંત મહિલાઓના સન્માન કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને શહેરના અગ્રણીઓ હાજરી આપશે.

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ખાતે રવિવારે 51 નારી રત્નોનું સન્માન થશે

અન્ય સમાચારો પણ છે...