તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટને બાનમાં લેતાં રખડતાં ઢોરથી પ્રજાનો જીવ હંમેશાં ઉચક રહે

રાજકોટને બાનમાં લેતાં રખડતાં ઢોરથી પ્રજાનો જીવ હંમેશાં ઉચક રહે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટને બાનમાં લેતાં રખડતાં ઢોરથી પ્રજાનો જીવ હંમેશાં ઉચક રહે છે. આવી રીતના મંગળવારે ભુરાઇ થયેલી કદાવર ભેંસે જિલ્લાપંચાયત ચોકથી સદર બજાર તરફના રોડ પર હાહાકાર મચાવ્યો હતો. સાક્ષાત યમદૂતની સવારી રોડ પર નીકળી હોય તેવો ભયનો માહોલ સર્જાયો હતો. છેક કારના બોનેટ સુધી જંપ લગાવતી ભેંસ રોડ પર આમતેમ દોડા-દોડી કરવા લાગી હતી. ભડકેલી ભેંસે રાહદારીઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. અડધો કલાક સુધી ભેંસનું ભયાનક તાંડવ ચાલ્યા બાદ તેના માલિકથી માંડ કાબૂમાં આવી હતી. નવા મ્યુનિસિપલ કમિશનર રખડતાં ઢોરના આતંકમાંથી છોડાવવા ક્યારે “પાણી” દેખાડશે.

‘ભૂરાઈ’ ભેંસે રોડ પર મચાવ્યો હાહાકાર...

અન્ય સમાચારો પણ છે...