તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગરબી યોજવા માટે પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટરે નાણાં માગ્યા! તંત્રનું મૌન

ગરબી યોજવા માટે પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટરે નાણાં માગ્યા! તંત્રનું મૌન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપાએ ગરબીના આયોજકોને નોટિસ આપતા દેકારો, ટોળું મનપામાં ધસી આવ્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મહાપાલિકાએજાહેર રોડ સહિત આડેધડ સ્થળે પે એન્ડ પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટ આપવાનું શરૂ કર્યું છે તેમા ધાર્મિંક ઉત્સવોના આયોજકો પાસે ઉઘરાણા શરૂ થવા લાગ્યા છે. શહેરના કોઠારિયા નાકા ચોકમાં આઝાદીના વખતથી ચાલતી ગરબીના સ્થળે પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ અાપી દેવાયો હોય કોન્ટ્રાક્ટરે ગરબીના આયોજકો પાસે ખંડણીના રૂપમાં ઉઘરાણું માગ્યું હતું. આઘાતજનક બાબત તો છે કે, મનપા પણ કોન્ટ્રાક્ટરના ખોળે બેસી જઇને ગરબી મંડળના આયોજકોને નોટિસ આપતા ભારે હોબાળો મચી ગયો હતો.

ગણેશોત્સવમાં ખાડા ખોદવા સહિતનો ફતવો મનપાએ જારી કરીને ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચાડી હતી. રોષ હજુ શાંત નથી પડ્યો ત્યાં હવે નવરાત્રિમાં કનડગત શરૂ થઇ છે. કનડગત પણ ઉઘરાણાના રૂપમાં થતા વખતે જનતાનો રોષ વધુ ભડકી ઉઠ્યો છે. શહેરના કોઠારિયા નાકા ચોકમાં વર્ષોથી ગરબી થાય છે. સંખ્યાબંધ બાળાઓ માતાજીની આરાધના કરે છે. જગ્યાએ મનપાએ પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે મૌખિકમાં એવી બાંહેધરી આપવામાં આવી હતી કે, સ્થળે ગરબી માટે જગ્યા અપાશે. પછી હવે કોન્ટ્રાક્ટરે ગરબી યોજવા દેવા ઉઘરાણું માગ્યું છે. ખંડણીના રૂપમાં પૈસા માગ્યા છે. જો ગરબી યોજવી હોય તો ચાર્જિસ ચૂકવવાના રહેશે, નહીંતર મંડપ સહિતનું આયોજન ખસેડીને જગ્યા ખાલી કરી દો.

મનપાએ કોન્ટ્રાક્ટરને સમજાવવાના બદલે તેના ખોળે બેસી જઇને ગરબી મંડળના આયોજકોને નોટિસ ફટકારતાં પ્રજાનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો. આયોજકો સહિતના આગેવાનો મનપાની કચેરીએ ધસી આવતા હોબાળો મચી ગયો હતો.

આજે ગરબી સ્થળે મુલાકાતે જઇશ, જરૂર પડ્યે ઉગ્ર આંદોલન

^ગણેશોત્સવબાદ હવે નવરાત્રિમાં તંત્રે હિન્દુ તહેવારો આડે જે રોળા નાખવાનું શરૂ કર્યું છે તે સાંખી નહીં લેવાય. હું કોઠારિયાનાકા ગરબી સ્થળની મુલાકાતે જઇશ. મનપા જો ગરબીના આયોજકો પાસેથી ઉઘરાણા થતા બંધ નહીં કરાવે તો તંત્ર ઉગ્ર આંદોલનનો સામનો કરવા તૈયાર રહે.

> ચમનભાઇસિંધવ, અગ્રણી,વિશ્વ હિન્દુ પરિષદ

કોંગ્રેસપણ મેદાનમાં ઉતરી

મનપાએજે રીતે પે એન્ડ પાર્કિંગ માટે ઉઘાડી લૂંટ શરૂ કરી છે તેની સામે વિપક્ષ કોંગ્રેસ પણ મેદાનમાં ઉતર્યો છે. વિપક્ષી નેતા સહિતના આગેવાનોએ એવી ચીમકી આપી છે કે, પે એન્ડ પાર્કિંગના નામે ઉઘરાણા બંધ નહીં થાય તો જોયા જેવી થશે.

ગણેશોત્સવ બાદ હવે નવરાત્રિમાં પણ ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચાડતું મનપા

અન્ય સમાચારો પણ છે...