તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શું મહિલાઓને અપાતું સન્માન માત્ર દેખાડો છે?

શું મહિલાઓને અપાતું સન્માન માત્ર દેખાડો છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બચાવ માટે પુરુષ પર કરેલી હિંસાની ઘટના અંગેની થીમ પર તાજેતરમાં ફિલ્મ રિલીઝ થઈ. તેમાં પુરુષપ્રધાન સંસ્કૃતિએ સ્ત્રીઓના ચરિત્ર માટે ઊભાં કરેલાં ધોરણો સામે સવાલ ઊઠાવાયો છે. તદુપરાંત ફિલ્મ પુરુષ સાથેના સહવાસમાં સ્ત્રીની સંમતિ તથા સ્ત્રીઓ પર થતી હિંસા જેવા પ્રશ્નો પર પણ પ્રકાશ ફેંકે છે. પણ, શું ફિલ્મ ખરેખર આપણા વિચારોને બદલશે ખરી? હમણાંની કેટલીક ઘટનાઓએ પરથી તો એવું નથી લાગતું.

રાજકોટમાં એક મહિલા સેક્સ વર્કરની તેના ગ્રાહકે એટલા માટે હત્યા કરી કે તે મહિલાએ તે પુરુષ સાથે લગ્ન કરવા માટે ના પાડી. દિલ્હીમાં એક સ્ટોકરે ચાકુના ત્રીસ ઘા મારીને મહિલાની હત્યા કરી નાખી. લગ્ન માટે ના પાડનાર મહિલાને માર મારીને ધાબા પરથી ધકેલી દેવાઈ. દર વર્ષે ડિસેમ્બરમાં નિર્ભયાને યાદ કરીએ છીએ. છતાં, પતિ દ્વારા પત્ની પર થતા બળાત્કાર માટે સજાની કોઈ જોગવાઈ નથી.

નૅશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના 2015ના વર્ષ માટેના આંકડા મુજબ, ભારતમાં દર પંદર મિનિટે એક સ્ત્રી પર બળાત્કાર થાય છે, દર કલાકે સ્ત્રી પરના અત્યાચારના 26 ગુના નોંધાય છે. શું આપણા મોટા ભાગના પુરુષોમાં ક્યાંક એક રાજવીર સિંઘ તો નથી રહેલો? શું આપણામાં પણ એક એન્દ્રિયા, ફલક અને મિનલ નથી કે જે સતત અસલામતીમાં જીવતી હોય, શું આપણે એક એવા સમાજની નજીક પહોંચી રહ્યા છીએ કે જેમાં ના પાડવાની પણ ના હોય?

અંડર-

કરંટઅફેર્સ પર 30થી ઓછી ઉંમરના યુવાનોનો અભિપ્રાય

અન્ય સમાચારો પણ છે...