તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાળામાં ડૂબી જવાથી તરુણનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટતાલુકાના બેડી નજીક નાળામાં ડૂબી જવાથી તરુણનું મોત નીપજ્યું હતું. રૂખડિયા મફતિયાપરા પાસેના નરસંગપરામાં રહેતી શિલ્પા જખાભાઇ દેવીપૂજક બેડી ગામ નજીક નાળામાં કપડાં ધોવા ગઇ હતી ત્યારે તેનો ભાઇ કિશન દેવીપૂજક પણ સાથે ગયો હતો. બહેન કપડાં ધોઇ રહી હતી ત્યારે કિશન નાળામાં નહાવા પડતા તે ડૂબી ગયો હતો. જાણ થતા લોકો એકઠાં થઇ ગયા હતા અને તરુણને બહાર કાઢી બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. ત્રણ બહેનના એકના એક ભાઇ કિશનનાં મોતથી દેવીપૂજક પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...