• Gujarati News
  • National
  • વીજકરંટથી બે વર્ષની બાળકીનું પ્રાણપંખેરું ઉડી ગયું

વીજકરંટથી બે વર્ષની બાળકીનું પ્રાણપંખેરું ઉડી ગયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંજકામાંનવી બની રહેલી સાઇટ પર વીજકરંટ લાગતાં બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. નવી બની રહેલી સાઇટ પર કડિયાકામ કરતા મૂળ મધ્યપ્રદેશના દિનેશભાઇ ડામોરની બે વર્ષની પુત્રી પ્રિંયકા ઉર્ફે રંગીલા રૂમમાં રમી રહી હતી ત્યારે ત્યાં તૂટીને પડેલા લાઇટના તારને અડી જતાં બાળકીને વીજ આંચકો લાગતાં તે બેભાન થઇ ઢળી પડી હતી. બાળકીને તાકીદે હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બે ભાઇ અને અને બે બહેનમાં નાની પ્રિયંકાનાં મોતથી ડામોર પરિવાર શોકના દરિયામાં ગરકાવ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...