• Gujarati News
  • National
  • ટંકારાના પ્રૌઢનો ઝેરી દવા પી આપઘાત

ટંકારાના પ્રૌઢનો ઝેરી દવા પી આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારામાંરહેતા રવજીભાઇ ડાયાભાઇ અઘારા (ઉ.વ.59)એ શુક્રવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતાં તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા રવજીભાઇને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પ્રૌઢના આપઘાતનું કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. પરિવારના મોભીના આપઘાતથી અઘારા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

અન્ય એક બનાવમાં શહેરના માણેક પાર્કમાં રહેતા મનસુખભાઈ માધાભાઈ શિંગાળા નામના 50 વર્ષના આધેડ શનિવારે તેના ઘરે અચાનક બેશુધ્ધ થઈને ઢળી પડ્યા હતા. જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મૃત્યુ નીપ્જયું હતું.

અન્ય સમાચારો પણ છે...