• Gujarati News
  • National
  • રાજકોટ જિલ્લામાં તલાટી મંત્રીઓની 214 જગ્યા ખાલી

રાજકોટ જિલ્લામાં તલાટી મંત્રીઓની 214 જગ્યા ખાલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
574 જગ્યા સામે 360 જગ્યા પર નિમણૂક થઇ છે

રાજકોટ જિલ્લામાં 11 તાલુકામાં તલાટી કમ મંત્રીઅોની 574 જગ્યા સામે માત્ર 360 જગ્યા પર તલાટી મંત્રીઓ ફરજ બજાવી રહ્યા છે, જ્યારે 214 જગ્યા હજી પણ ખાલી પડી છે. કારણે ગ્રામ્ય વિસ્તારની પ્રજાના મહત્ત્વના કામ પૂર્ણ થતા નથી. બીજી તરફ જે તલાટીઓ ફરજ બજાવે છે તે પણ છે છતાં નથી જેમ કામ કરતા હોવાની અને અનેક ગામોમાં નિયમિત ફરજ બજાવવા પણ આવતા હોવાની બૂમ ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં ઊઠી છે.

ગ્રામ્ય વિસ્તારમાં સામાન્યથી માંડી મહત્ત્વની તમામ કામગીરીની જવાબદારી તલાટી મંત્રીઓની હોય છે. જે રીતે વિકાસ અધિકારી દ્વારા કામગીરી કરવામાં આવે છે તેવી મહત્ત્વની કામગીરી તલાટી મંત્રીઓની હોય છે. ખાસ કરીને ખેડૂતોને લગતી અને ખેડૂતલક્ષી કામગીરી માટે તલાટી મંત્રી મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ છતાં પણ રાજકોટ જિલ્લામાં તલાટી મંત્રીઓની મહત્ત્વની જગ્યા ખાલી પડી છે. કારણે ગ્રામ્ય વિસ્તારમાં અનેક કામગીરી અટકી પડી છે. યાર્ડમાં મગફળી સહિતની જણસો વેચવા આવતા ખેડૂતોના 7/12ના દાખલામાં તલાટી મંત્રીએ પાણી પત્રકમાં નોંધ કરવાની હોય છે. આવી મહત્ત્વની કામગીરી કરવા માટે પણ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી મંત્રીઅો નથી. ગ્રામ્ય વિસ્તારની પ્રજામાંથી ઉઠેલી ફરિયાદો મુજબ જે ગામોમાં તલાટી મંત્રીઓ ફરજ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે તેઓ પણ નિયમિત ફરજ પર આવતા નથી.

ધોરાજી 19

ગોંડલ 32

જામકંડોરણા 19

જસદણ 19

જેતપુર 17

કોટડાસાંગાણી 15

લોધિકા 13

પડધરી 14

રાજકોટ 31

ઉપલેટા 24

વીંછિયા 11

ક્યાં તાલુકામાં કેટલાં તલાટી નથીω

અનેક જગ્યા પર 2002ના વર્ષથી જગ્યા ખાલી

રાજકોટજિલ્લામાં તલાટીઅોના અભાવે લોકોને હાલાકી પડી રહી છે ત્યારે અનેક જગ્યાઓ 15 વર્ષથી ખાલી પડી છે. જેતપુર તાલુકામાં એક તલાટી 30 ઓક્ટોબર-2002થી લીવ રિઝર્વ પર હોવાનું સરકારી ચોપડે બોલી રહ્યું છે. આવી રીતે ધોરાજી તાલુકામાં પણ ફેબ્રુઆરી - 13થી તલાટી મંત્રીની જગ્યા પર લીવ રિઝર્વ પર હોવાનું જિલ્લા પંચાયતના સૂત્રોએ કહ્યું હતું.

તલાટી મંત્રીઓ છે છતાં પણ નથી જેવા!

અન્ય સમાચારો પણ છે...