કાળજી કોણ લે | સાધનો રેઢાપડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસકોર્સમાં વાઈ-ફાઈ શરૂ થયું પરંતુ ગંદકી દૂર નથી થતી, સાધનોની જાળવણી નથી થતી

અક્ષમ્ય બેદરકારી | રેસકોર્સ રાજકોટનું હૃદય છે, પણ મનપા તંત્રની બેદરકારીએ રૂપાળા રેસકોર્સની સ્થિતિ બદસૂરત કરી દીધી છે

વ્યથા | પાંજરામાં વૃક્ષ ઊગે?

તંત્રને અંધાપો | છે રેસકોર્સ રિંગરોડની સ્થિતિ

ગંદકી |મોર્નિંગ-ઈવનિંગ વોકમાં આનો પણ લાભ મળે

વૃક્ષારોપણ તો થઈ જાય. પણ, પછી છોડ રોપ્યાનું તંત્ર ભૂલી જાય. પાંજરા બેવડા થઈ જાય. વૃક્ષ ઊગે કઈ રીતે. પાણીના પરબ પર પણ તાળાબંધી.

સાંજ પડે અને રેસકોર્સ રિગરોડ પરની પાળી ઉપર લોકો એકત્ર થવા લાગે. પણ, રીતે ઠેર-ઠેર રેલિંગો તૂટી ગઈ છે. તંત્રને શું દેખાતું નહીં હોય? કે પછી કોઈને કાંઈ પડી નથી.

તો હદ કહેવાય ને? રેસકોર્સ ઉપર લોકો તાજી હવા લેવા આવતા હોય, મહિલાઓ અને સિનિયર સિટિઝન્સ વોક કરતા હોય, યુવાનો રનિંગ કરતા હોય અને તે બધાને ગંદકી પાસેથી રોજ પસાર થવું પડે.

ભૂલકાંઓ માટેની રાઈડ્સ તૂટી ગઈ છે, ઉપયોગમાં તો આવે ઉપરથી અકસ્માતનો પણ ભય. વૃક્ષો નીચેના બાંકડા પણ ચીથરેહાલ.

અન્ય સમાચારો પણ છે...