• Gujarati News
  • National
  • ગર્લ્સ બોયઝની ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન

ગર્લ્સ-બોયઝની ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રેસકોર્સનાફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 2જી ઓગસ્ટથી ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટમાં અન્ડર-14 અને 17 ગર્લ્સ-બોયઝની ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતી ટીમોએ રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતેથી રોહિત બુંદેલા અને રાજુભાઇ માલકિયા પાસેથી ફોર્મ મેળવી 30 સુધીમાં એન્ટ્રી ફોર્મ ભરી મોકલી આપવા યાદીમાં જણાવાયું છે. ટૂર્નામેન્ટ દરમિયાન રમતનું સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીઓની ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટીમ માટે પસંદગી કરવામાં આવશે. ફૂટબોલની વધુ એક ટૂર્નામેન્ટના આયોજનથી ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તનતોડ પ્રેક્ટિસની શરૂઆત કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...