• Gujarati News
  • National
  • ભાવનગરના મૌલિક રાવલ 9 પોઇન્ટ સાથે ચેમ્પિયન

ભાવનગરના મૌલિક રાવલ 9 પોઇન્ટ સાથે ચેમ્પિયન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેસફોર્ડચેસ ક્લબ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે છેલ્લા દિવસથી ચાલી રહેલી સૌ પ્રથમ ચેસની ફિડે રેટિંગ ટૂર્નામેન્ટ ગુરુવારે પૂરી થઇ છે. ટૂર્નામેન્ટનાં અંતે ભાવનગરના મૌલિક રાવલે દસમાંથી નવ રાઉન્ડમાં જીત મેળવી ઓલ ઓવર ચેમ્પિયનશિપ મેળવી છે. ઉપરાંત રાજકોટના જય કુંડલિયા અને ભાવનગરના અંકિત ચુડાસમાએ 8.5 પોઇન્ટ સાથે બીજા ક્રમે તેમજ જામનગરના દવે સ્નેહ અને અમદાવાદના અનડકટ કર્તવ્ય 8 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યાં છે. ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલા મૌલિક રાવલને 35 હજારની રોકડ, સર્ટિફિકેટ તેમજ અન્ય 92 ખેલાડીઓને રાજકોટ મહાનગરપાલિકાના મેયર, પદાધિકારીઓ તેમજ શહેરના ઉદ્યોગપતિઓનાં હસ્તે રોકડ, સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં છે. ટૂર્નામેન્ટના અંતે ગુજરાત ચેસ એસો.ના ભાવેશ પટેલ, આઇ.જી.પરમારે સફળ આયોજન બદલ આયોજકોને તેમજ વિજેતાઓને અભિનંદન આપ્યાં હતા. ટૂર્નામેન્ટને સફળ બનાવવા નટુભાઇ સોલંકી, કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઇ ડોડિયા, જય ડોડિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

ચેસ સ્પર્ધામાં ચેમ્પિયન બનેલા પ્રથમ ત્રણ ખેલાડીઓ વિજેતા ટ્રોફી સાથે.

ચેસ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં હાજર રહેલા જયોતિ સીએનસીના વિક્રમસિંહ રાણાએ ટૂર્નામેન્ટની સફળતાને બિરદાવી આવતા વર્ષે રાજકોટમાં ગ્રાન્ડ માસ્ટર ચેસ ટૂર્નામેન્ટ યોજવાની જાહેરાત કરતાં કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી હતી.

આવતા વર્ષે ગ્રાન્ડ માસ્ટર ચેસ સ્પર્ધા કરવાની જાહેરાત

વિજેતાઓ સહિત 92 ખેલાડીઓને રોકડ, સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા

અન્ય સમાચારો પણ છે...