• Gujarati News
  • National
  • સબ જુનિયર હોકી સ્પર્ધામાં RKC વિજેતા

સબ જુનિયર હોકી સ્પર્ધામાં RKC વિજેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રેસકોર્સસ્થિત મેજર ધ્યાનચંદ એસ્ટ્રો ટર્ફ હોકી ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે જવાહરલાલ નેહરુ સબ જુનિયર (અન્ડર-15) હોકી સ્પર્ધા યોજાઇ હતી. ઝરમર વરસાદ વચ્ચે શરૂ થયેલી સ્પર્ધામાં પ્રથમ મેચ પી.વી.મોદી અને વી.જે.મોદી સ્કૂલ વચ્ચે રમાયો હતો. જેમાં વી.જે.મોદી સ્કૂલનો 2-0થી વિજય થયો હતો. બાદમાં વી.જે.મોદી અને રાજકુમાર કોલેજ વચ્ચે ફાઇનલ મેચ રમાયો હતો. જેને કારણે પહેલા હાફમાં રાજકુમાર કોલેજે એક ગોલ ફટકારી દીધો હતો. એસ્ટ્રો ટર્ફ પર રમવાના બિનઅનુભવને કારણે વી.જે.મોદી સ્કૂલના ખેલાડીઓએ મહેનત કરી, પરંતુ તેમાં મોદી સ્કૂલના ખેલાડીઓને સફળતા મળી હતી. બીજા હાફમાં બે મળી કુલ ત્રણ ગોલ રાજકુમાર કોલેજે ફટકારી સબ જુનિયર સ્પર્ધામાં વિજેતા થઇ હતી.

જવાહરલાલ નેહરુ સબ જુનિયરમાં વિજેતા થયેલી ટીમ.

અન્ય સમાચારો પણ છે...