• Gujarati News
  • National
  • રાજકોટ | ભારતીયબાલવિકાસ સમિતિ ન્યૂ દિલ્હી આયોજિત અને બાલભવન રાજકોટ

રાજકોટ | ભારતીયબાલવિકાસ સમિતિ ન્યૂ દિલ્હી આયોજિત અને બાલભવન રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ભારતીયબાલવિકાસ સમિતિ ન્યૂ દિલ્હી આયોજિત અને બાલભવન રાજકોટ દ્વારા 5 થી 16 વયના બાળકો માટે રાષ્ટ્રીય ચિત્ર હરીફાઇ 2017 5 અને 6 ઓગસ્ટના યોજાશે. ગ્રીન ગ્રૂપમાં 5 થી 8 વયના બાળકો તા. 5 ઓગસ્ટના સાંજે 5 થી 7 ભાગ લઇ શકશે. જેઓના વિષય નૌકા વિહાર, બજારની મુલાકાત, પ્રાણી અભ્યારણ્ય, પરિવાર સાે ટીવી, દર્શન અને રમતના મેદાન પરની મોજ રહેશે. વ્હાઇટ ગ્રૂપમાં 9 થી 12 વયના બાળકો તા. 6 ઓગસ્ટના ભાગ લઇ શકશે. સવારે 10 થી 12 દરમિયાન ટ્રાફિક જામ, કુદરતી હોનારત, તંદુરસ્ત ખોરાક, હોજમાં તરણ વિષય રહેશે. બ્લુ ગ્રૂપમાં 13 થી 16 વયના બાળકો સાંજે 5 થી 7 લગ્નનું દૃશય, કચરાની પર્યાવરણ પર અસર, મારી રોમાંચક કલ્પના, મારી દૃષ્ટીએ વિશ્વ રહેશે.

યલો ગ્રૂપમાં 5 થી 10 વયના બાળકો તા. 6 ઓગસ્ટના સાંજે 5 થી 7 ભાગ લઇ શકશે. 11 થી 18 વયમાં સ્પેશ્યલ ગ્રૂપ બહેરા મુંગા, માનસિક ક્ષતિવાળા અને શારિરીક ક્ષતિવાળા બાળકો માટે 6 ઓગસ્ટના સાંજે 5 થી 7 કોઇપણ એક વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે. ફોર્મ 3 ઓગસ્ટ સુધીમાં બાલભવનેથી લેવા.

અન્ય સમાચારો પણ છે...