તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગોંડલ રોડ પર 3 કલાક સુધી 4 હજાર વાહન અટવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ રોડ પર 3 કલાક સુધી 4 હજાર વાહન અટવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનામાંદલત યુવાનો પર થયેલા અત્યાચારની ઘટનામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સોમવારે રાત્રે દલીતોના ટોળાંએ પારડી અને શાપર વચ્ચે કિશાન ગેટ પાસે ચક્કાજામ કરતાં ભારે તંગદીલી ફેલાઇ હતી. ત્રણ-ત્રણ કલાક સુધી ટોળાંએ હાઇ-વે પર અડીંગો જમાવતાં ગોંડલ તરફથી રાજકોટ આવતાં અને રાજકોટ તરફથી ગોંડલ તરફ જતાં રસ્તા પર બન્ને બાજુ ચાર-ચાર કિલોમીટરની વાહનોની કતાર લાગી હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ ઉપરાંત અન્ય ઉચ્ચ પોલીસ અિધકારીઓ અને જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ટોળાંએ સમજાવી ટ્રાફિક ક્લિયર કરાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ રોષે ભરાયેલા ટોળાંએ પોલીસની એક વાત માની હોતી. અંતે ત્રણ કલાક બાદ એટલે કે છેક રાત્રે 12 વાગ્યે પોલીસે સમજાવી અને ટોળાંને વિખેર્યું હતું. અને ટ્રાફિક ક્લિયર થયો હતો.

રાત્રે 8:30 વાગ્યના અરસામાં અચાનક પારડી અને શાપર વચ્ચે કિશાન ગેટ નજીક દલીતોના ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ટોળાંએ વાહનો અટકાવવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. થોડીવારમાં રસ્તાની બન્ને તરફ વાહનોની કતારો લાગવા લાગી હતી. બીજી તરફ દલીત યુવાનોએ જય ભીમના નારા સાથે અટવાયેલા વાહનો પર કેટલાક યુવાનો હાથ પછાડવા લાગતાં ભારે ભયનો માહોલ છવાયો હતો. બનાવને પગલે પહેલા એક પોલીસવાન ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ટોળાંનુ રોદ્ર સ્વરૂપ જોયા બાદ વાહન રવાના થઇ ગઇ હતી. બાદમાં જિલ્લા પોલીસવડા સુદની આગેવાની હેઠળ જંગી કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ટોળાંને ચારે બાજુથી ઘેરી લીધું હતું. પરંતુ બળ પ્રયોગ કોઇપણ સંજોગોમાં કરવો તેવી રણનીતીને કારણે ટોળાંને વિખેરવાનું શક્ય નહોતું બન્યું. છેક મધરાત સુધી ચક્કાજામ રહ્યો હતો અને પરિણામે હજારો વાહન ચાલકો પરેશાન થયા હતા.

ગોંડલ હાઇ-વે પર પારડી અને શાપર વચ્ચે ત્રણ-ત્રણ કલાક સુધી દલીતો ટોળાંએ ચક્કાજામ કરાવી દીધું હતું. જંગી પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. દેખાવકારોએ એસપીની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. ઘટનાને કારણે સેંકડો વાહનચાલકો પરેશાન થયા છે. તસવીર-પ્રકાશ રાવરાણી

રસ્તાની બન્ને બાજુ વાહનોની ચાર-ચાર કિલોમીટરની કતારો લાગી: એસપીની ગાડીના કાચ તોડ્યા

પોલીસે લાચારીભર્યો સંયમ દાખવી અંતે સમજાવટથી મધરાતે દલિતોના ટોળાંને હટાવ્યા

ટ્રાફિક ક્લિયર કરાવવા માટે પોલીસે અનેક વખત દલીત યુવાનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ખુદ જિલ્લા પોલીસવડા અંતરીપ સુદે અનેક વખત ટોળાં વચ્ચે જઇ અને સમજાવટ કરી હતી. પરંતુ તેમાં સફળતાં મળી હોતી. દલીત યુવાનોએ ઇલેકટ્રોનીક મીડિયાના પ્રતિનિધિઓ આવી અને તેમની વાત સાંભળે અને સમાચાર ટીવી પર પ્રસારીત થાય તે પછી ટ્રાફિક ક્લિયર કરવા દેવાનો આગ્રહ રાખ્યો હતો. ચક્કાજામ કરનાર યુવાનોએ પોલીસ તેમજ મીડિયાના પ્રતિનિધિઓ સાથે ઉગ્ર અને ક્યારેક અભદ્ર જીભાજોડી કરી હતી. અનેક વખત વાતાવરણ તંગ બન્યું હતું. જોકે દલીતો ઉપર ઉનામાં થયેલ અત્યાચારની ગુંજ છેક રાજ્યસભામાં ગાજ્યા બાદ અને ગોંડલ તથા જામકંડોરણામાં દલીત યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યા બાદ રાજ્ય સરકાર રક્ષણાત્મક સ્થિતિમાં મુકાઇ ગઇ હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. કોઇપણ સંજોગોમાં બળ પ્રયોગ કરવાની ઉચ્ચસ્તરેથી સુચના મળ્યા બાદ પોલીસ પાસે દલીતોને સમજાવટ કરવા સિવાયનો કોઇ વિકલ્પ બચ્યો હતો. જિલ્લા પોલીસવડાની ગાડી ઉપર પણ પથ્થરમારો કરી કાચ તોડી નાખવામાં આવ્યા તે છતાં બધુ મુંગે મોઢે જોવા સીવાય પોલીસ કાંઇ કરી શકી હતી. રાજકોટના ડીસીપી કરણરાજ વાઘેલા, એલસીબી પીઆઇ આર.આઇ.દેસાઇ, એસઓજી પીએસઆઇ રવુભા ચુડાસમા વગેરેએ મગજ પર બરફ રાખી ઘટનાને પ્રસંશનીય રીતે ટેકલ કરી હતી. રાત્રે 11:45 વાગ્યે વીડિયો કેમેરા સાથે મીડિયાના પ્રતિનિધિઓએ પોલીસ બંદોબસ્ત હેઠળ દલીત દેખાવકારોનો ઇન્ટરવ્યૂ લીધો હતો અને ત્યારબાદ પોલીસે ખુબ સલુકાઇ પૂર્વક ટોળાંને મુખ્ય રસ્તા પરથી દુર લઇ જવામાં સફળતા મેળવી હતી. અને છેક રાત્રે 12 વાગ્યે ટ્રાફિક ક્લિયર કરાવી શકાયો હતો.

પોલીસે અભુતપૂર્વ સંયમ દાખવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો