તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ત્રણ ત્રણ કલાક બાદ રાત્રે 12 વાગ્યે ટ્રાફિક ક્લિયર થયા બાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ-ત્રણ કલાક બાદ રાત્રે 12 વાગ્યે ટ્રાફિક ક્લિયર થયા બાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રણ-ત્રણ કલાક બાદ રાત્રે 12 વાગ્યે ટ્રાફિક ક્લિયર થયા બાદ દિવ્ય ભાસ્કરે ગોંડલ તરફથી રાજકોટ તરફ જતાં વાહનોની ગણતરી કરી હતી. માત્ર 15 મીનીટમાં ગોંડલ તરફથી ખાનગી વાહનો, ટ્રાવેલ્સની બસો, ટ્રકો તથા એસટી બસો સહિત 1372 વાહનો પસાર થયા હતા. એટલા વાહનો રાજકોટથી ગોંડલ તરફ ગયા હતા. પોલીસે હાઇ-વેના ડિવાઇડર પર અડધો કિલોમીટર સુધી પોલીસ જવાનોને ઉભા રાખી વાહનો નિર્વિઘ્ને પસાર કરાવ્યા હતા.

15 મિનિટમાં એક સાઇડમાંથી 1372 વાહનો પસાર થયા

ગોંડલ હાઇ-વે પર નાટ્યાત્મક દૃશ્યો સર્જાયા હતા. ત્રણ-ત્રણ કલાક સુધી દલીતોએ ચક્કાજામ કરતાં બન્ને તરફ સેંકડો લોકો અટવાઇ ગયા હતા. પોલીસે સમજાવટની ખુબ કોશીષ કરવા છતાં તેનું પરિણામ મળતુ હતું. બીજી તરફ સમજાવટ કરી રહેલા પોલીસ અિધકારીઓ સાથે પણ કેટલાક દલીત યુવાનોએ અભદ્ર વ્યવહાર કરતાં બંદોબસ્તમાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ સમસમી ઉઠ્યા હતા. પોલીસ જો બળ પ્રયોગ કરશે તો પોતાના હાથની નસો કાપી નાખવાની દલીત યુવાનોએ ધમકી આપતાં પોલીસ લાચાર બની ગઇ હતી. અંતે પોલીસે વીડિયો કેમેરા સાથેના મીડિયા પ્રતિનિધિઓને ઘટના સ્થળે બોલાવ્યા હતા અને ત્યારબાદ કેટલાક દલીત યુવાનોએ કેમેરા સામે પોતાનો રોષ વ્યકત કર્યા બાદ ચક્કાજામનો અંત આવ્યો હતો.

દલિતોની ધમકી, અમારા હાથની નસો કાપી નાખીશું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો