• Gujarati News
  • National
  • વેચવા આપેલા પ્લોટના નામે 50 લાખની ઠગાઇ

વેચવા આપેલા પ્લોટના નામે 50 લાખની ઠગાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેચવાઆપેલો 400 વારના પ્લોટના સામે 50 લાખ રૂપિયા લઇ લીધા બાદ છેતરપીંડી આચરનાર બે શખ્સ સામે એ-ડિવિઝન પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપીંડી સંદર્ભે ગુનો નોંધાયો છે.

ઘટના અંગે એ-ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.અેન. મકવાણાએ જણાવ્યું હતું કે કોઠારિયા રોડ પર પુનિત સોસાયટીમાં શ્રી ભવાનીકૃપામાં રહેતા દિપકભાઇ કાંતિલાલ કારિયાએ ગત ઓક્ટોબર માસમાં અરજણભાઇ ભીમાભાઇ આગઠ અને અનિલભાઇ ભાવસારને રાજકોટ સર્વે નં. 96 પૈકી પ્લોટ નં. 94ની 400 વારની જમીન વેચવા માટે આપી હતી.

આશાપુરા રોડ પર આવેલ ભાટિયા કોમ્પલેક્શમાં દિપક એન્ડ કંપની નામની ઓફિસમાં દલાલ જગદીશભાઇની હાજરીમાં ઉપરોક્ત બન્ને શખ્સોને રૂપિયા 50 લાખ રોકડા આપ્યા હતા. જોકે પ્લોટનું વેચાણ પણ થયું હતું અને 50 લાખ રૂપિયા પણ ઓળવી જતાં અરજણ અને અનીલભાઇ સામે ગુનો નોંધાયો છે.

બે ચિટર સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...