તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજીમાં સૌની યોજનાનું પાણી આવે ત્યારે મેદની માટે કવાયત!

આજીમાં સૌની યોજનાનું પાણી આવે ત્યારે મેદની માટે કવાયત!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેટરોને વોર્ડદીઠ 500 જણાને લઇ આવવાનો ટાર્ગેટ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

નોટબંધીબાદ જનમાનસ ઉપર પડેલી અસરના ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપે હવે એડીચોટીના જોરથી કવાયત શરૂ કરી છે. રાજકોટમાં 2જી ડિસેમ્બરના રોજ સૌની યોજના હેઠળ આજીડેમથી મચ્છુ-1 તરફ પાઇપલાઇન નાખવાના કામનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થવાનું છે. નોટબંધી બાદ સૌથી મોટો કાર્યક્રમ હોય ભૂમિપૂજનની સાથોસાથ જાહેર સભાનું પણ આયોજન કરાયું છે અને તેમા શક્ય તેટલી જનમેદની એકઠી કરવા પાર્ટી આદેશ થતા કોર્પોરેટરોને વોર્ડદીઠ ઓછામાં ઓછા 500 જણા લઇ આવવાનો લક્ષ્યાંક અપાયો છે.

રાજકોટની જીવાદોરી એવા આજીડેમનો સૌની યોજનામાં સમાવેશ થયો છે. ડેમમાં નર્મદા નીર ઠલવવા મચ્છુ-1થી રાજકોટ સુધી પાઇપલાઇન નાખવા માટે ટેન્ડર પણ બહાર પડી ગયું છે. યોજના ઝડપથી સાકાર થાય માટે બન્ને છેડેથી એટલે કે મચ્છુ-1થી અને બાજુ આજીડેમથી એમ બન્ને બાજુએથી પાઇપલાઇન નાખવાનું કામ સમાંતર રીતે ચાલશે. આજીડેમ ખાતે કામનો પ્રારંભ કરવા માટે 2જી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે. તકે મુખ્યમંત્રીની જાહેર સભા પણ ગોઠવી દેવામાં આવી છે.

નોટબંધી બાદ જનમાનસને જાણવા માટે ભાજપના હાઇકમાન્ડમાંથી આદેશ થયો હોવાનું ભાજપના અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને તેની કવાયતના ભાગરૂપે જાહેર સભા ગોઠવી શક્ય તેટલી જનમેદની એકઠી કરવા માટે શ્રેષ્ઠ અવસર ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટ શહેર ભાજપના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ ભાજપના કોર્પોરેટરો તેમજ વોર્ડ પ્રમુખને વોર્ડદીઠ ઓછામાં ઓછા 500 જણાને સભામાં લઇ આવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આમ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં લોકોની મેદની એકઠી કરવા અત્યારથી કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

સોમવારે રાત્રે તમામ વોર્ડમાં મિટિંગ બોલાવાઇ

પ્રત્યેકવોર્ડમાંથી ઓછામાં ઓછા 500 જણાને લઇ આવવાના આયોજન માટે સોમવારે રાત્રે શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટર તેમજ વોર્ડ સંગઠનની તાકીદની મિટિંગ બોલાવવામાં આવી હતી.

2 ડિસેમ્બરે આજીડેમે ખાતમુહૂર્ત અને સીએમની સભા

અન્ય સમાચારો પણ છે...