તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જંકશન પ્લોટ મેઇન રોડ પર પ્રૌઢ પર બે શખ્સનો ખૂની હુમલો

જંકશન પ્લોટ મેઇન રોડ પર પ્રૌઢ પર બે શખ્સનો ખૂની હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૈસા આપવાની ના પાડતા બે લુખ્ખાઓ ઉશ્કેરાઈ ગયા

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર |રાજકોટ

જંકશનપ્લોટ શેરી નં.6માં રહેતા ભગવાનજીભાઇ મોહનભાઇ ગોહેલનામના પ્રૌઢ સોમવારે રાત્રે ચાલીને ઘરે જતા હતા ત્યારે બે શખ્સોએ ઝઘડો કરી બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. દોડી ગયેલી પોલીસે એક હુમલાખોરને ઝડપી લઇ બીજાની શોધખોળ આદરી છે.

પી.એસ.આઇ. રાણાએ જણાવ્યું હતું કે, ભગવાનજીભાઇ ગોહેલ રાત્રીના સાડા આઠ વાગ્યે ઘર તરફ ચાલીને જતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને ‘કેમ ગાળો આપે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. ભગવાનજીભાઇએ ‘હું ગાળો નથી આપતો તેમ કહ્યા બાદ બન્ને શખ્સોએ પૈસા માગ્યા હતા અને ભગવાનજીભાઇએ પૈસા આપવાની ના પાડતા છરીના ઘા બેઠકના ભાગે ઝીંકી દીધા હતા.

પોલીસે ભગવાનજીભાઇની હાલત ગંભીર હોય ડી.ડી.લેવા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટને બોલાવ્યા છે. બીજીબાજુ પોલીસે એક હુમલાખોરને દબોચી લીધો હતો.

ચરસીનેસાથીદારે છરી ઝીંકી

રૂખડિયાપરાહાજીપીરની દરગાહ પાસે રહેતા હુસેન રજાકભાઇ મુલતાનીને સોમવારે રાત્રીના ઘર પાસે ફારૂકે ગળા પર છરીનો ઘા ઝીંકી દેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી અને હુમલાખોર ચરસી હોય અને રૂપિયાના ડખામાં છરીનો ધા ઝીંકાયાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...