તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઝઘડતા શખ્સે વચ્ચે પડેલા પ્રૌઢનું ધક્કો મારતાં મોત

ઝઘડતા શખ્સે વચ્ચે પડેલા પ્રૌઢનું ધક્કો મારતાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તપાસમાં હાર્ટએટેકથી મૃત્યુ થયાનું ખુલ્યું

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટનાગોંડલ રોડ પર એસ.ટી.વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં ગુલાબભાઇ અમરાભાઇ બાબરિયા (ઉ.વ.30) નામનો યુવાન અને તેની પાડોશમાં રહેતા અાલાભાઇ બેચરભાઇ બાબરિયા(ઉ.વ.55) પોતાના ઘર પાસે હતા ત્યારે સામાવાળા મહેશ બગડા, મયૂર બગડા તથા લાલા નામના શખ્સોએ ગુલાબભાઇ પર હુમલો કર્યો હતો. આથી આલાભાઇ છોડાવવા વચ્ચે પડતાં મહેશ બગડાએ તેને ધક્કો મારી પાડી દેતાં આલાભાઇને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

બનાવની જાણ થતા માલવિયાનગરના પીઆઇ,રાઇટર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર ગુલાબભાઇ આઠેક વાગ્યે પોતાના ઘર પાસે બેઠા હતા અને આલાભાઇ પોતાના મોટરસાઇકલ પર બેઠા વાતો કરતા હતા ત્યારે મહેશ બગડા, મયૂર અને લાલાએ ગુલાબભાઇ પર હુમલો કરતા આલાભાઇ છોડાવવા વચ્ચે પડ્યા હતા ત્યારે મહેશે ધક્કો મારી પાડી દેતાં આલાભાઇને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. તબીબી સૂત્રોએ આલાભાઇનું મૃત્યુ હાર્ટએટેકથી થયાનું જાહેર કરતા પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ બાદ પોલીસે ફરિયાદીનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવો તે અંગેનો નિર્ણય લેવાશે તેવું તપાસનીશ અધિકારીએ જાડેજાએ જણાવ્યું હતું.

આંબેડકરનગરમાં રાત્રે બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...