તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિક્ષણની શરમ : ભ્રષ્ટ મહિલા પ્રિન્સિપાલ વટભેર હાજર થયા

શિક્ષણની શરમ : ભ્રષ્ટ મહિલા પ્રિન્સિપાલ વટભેર હાજર થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદ્રિકાબેને ભ્રષ્ટાચાર આચર્યાનો

રિપોર્ટ એક વર્ષથી દબાવી રખાયો છે

અેજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

ગુજરાતનાઉચ્ચશિક્ષણ વિભાગે આગામી વર્ષથી 27 સપ્ટેમ્બર કાળા દિવસ તરીકે મનાવવો પડે તેવી ઘટના બની ગઇ હતી. વિદ્યાર્થી પાસેથી લાંચ લેતા ઝડપાયેલા મહિલા પ્રિન્સિપાલ ચંદ્રિકાબેન વાઢેરની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યા હોવા છતાં તેઓની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતા લાંચિયા મહિલા પ્રિન્સિપાલને સોમવારે બપોરે જામીન મળ્યા બાદ મંગળવારે તેઓ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં વટભેર હાજર થયા હતા અને જાણે પોતાની સાથે કાંઇ બન્યું હોય તે રીતે રુટિન કામગીરી કરી અન્ય સ્ટાફને જરૂરી આદેશ પણ કર્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્મા અને ઉચ્ચશિક્ષણ કમિશનર એ. જે. શાહની ભયંકર ઢીલી નીતિ અને લાંચિયા મહિલા અધિકારીને બચાવવાની ભૂમિકામાં હોય તેવો તાલ સર્જાયો હતો.

લાંચિયા પ્રિન્સિપાલ ચંદ્રિકાબેન વાઢેર મંગળવારે કોલેજમાં હાજર થતાં સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. આવું શા માટે બન્યું તે માટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સંપર્ક કરતા તેઓ ઘટનાથી અજાણ હતા અને તપાસ કરી લઉ તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. ઉપરાંત લો-કોલેજમાં અન્ય ફેકલ્ટિના પ્રિન્સિપાલની નિમણૂક શા માટે કરવામાં આવી તે બાબતથી પણ શિક્ષણમંત્રી અને સમગ્ર શિક્ષણ વિભાગ અજાણ હતું.

જીએડીના સરક્યુલરનું પાલન કરાવવામાં પણ તંત્ર નિષ્ફળ

ગુજરાતએડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટનો 2014ની સાલનો એક પરિપત્ર છે તેમાં લાંચ લેતાં પકડાઇ ગયેલા અધિકારીએ જામીન પર છૂટ્યા બાદ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી બાકી હોય છતાં ફરજ પર હાજર થવાનું હોતું નથી અને તેમને સસ્પેન્ડ ગણવા તેવી જોગવાઇ હોવાનું જણાવાયું છે ત્યારે ઉચ્ચશિક્ષણ વિભાગના કમિશનર એ. જે. શાહ જીએડીના સરક્યુલરનું પાલન કરાવવામાં નિષ્ફળ રહેતાં ચંદ્રિકાબેન વાઢેર મંગળવારે બિન્દાસ્તપણે હાજર થયા હતા અને વટભેર કોલેજનો વહીવટ પણ ચલાવ્યો હતો.

ચંદ્રિકાબેન હાજર થયાની વાતથી આખું ઉચ્ચશિક્ષણ વિભાગ અજાણ

શિક્ષણમંત્રી અને કમિશનરની ભયંકર ઢીલી નીતિ

અન્ય સમાચારો પણ છે...