• Gujarati News
  • 16 જૂન સુધી રાજકોટ સોમનાથ ટ્રેન અડધો કલાક મોડી ઉપડશે

16 જૂન સુધી રાજકોટ -સોમનાથ ટ્રેન અડધો કલાક મોડી ઉપડશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવેતંત્રની યાદીમાં જણાવાયું છે કે, ગાડી નં. 59507 રાજકોટ -સોમનાથ લોકલ કે જેનો ઉપડવાનો સમય સવારે 5.20 વાગ્યનો છે તે 16 જૂન સુધી અડધી કલાક મોડી સવારે 5.50 વાગ્યે ઉપડશે. રેલવેના એન્જિન વિભાગ દ્વારા ગોંડલ-રિબડા સેકશન વચ્ચે ટ્રેક મેન્ટેનન્સ માટે બ્લોક લેવામાં આવશે તેથી સમયમાં ફેરફાર કરાયો છે.

અત્રે નોંધનીય છે કે, રાજસ્થાનમાં ચાલતા ગુર્જર સમાજના આંદોલન વેળાએ અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. અાંદોલન સમેટાયા બાદ ફરી રેલવે તંત્ર દ્વારા મેઇન્ટેનન્શની કામગીરી શરૂ કરવામાં આવતા રાજકોટ - સોમનાથ વચ્ચે દોડતી ટ્રેન આગામી 16 જૂન સુધી અડધો કલાક મોડી ઉપડવાની રેલવે તંત્ર દ્વારા શનિવારે જાહેરાત કરવામાં આવી હતી.