• Gujarati News
  • માલિયાસણમાં દંપતીને ટ્રકે ઠોકરે લીધું, મહિલાનું મોત

માલિયાસણમાં દંપતીને ટ્રકે ઠોકરે લીધું, મહિલાનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીભાગોળે કુવાડવા રોડ પર રોડ ક્રોસ કરી રહેલા દંપતીને ટ્રકે ઠોકરે લેતાં મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના પતિ કિરીટભાઇની સ્થિતિ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. અકસ્માતના બનાવ અંગે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માલિયાસણમાં રહેતા કિરીટભાઇ રમણીકભાઇ અજાગિયા (ઉ.વ.35) અને તેના પત્ની કિરણબેન (ઉ.વ.32) શનિવારે રાત્રે માલિયાસણમાં ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે બંનેને ઠોકરે લીધા હતા.

ટ્રકની ઠોકરે ઘવાયેલા પતિ-પત્ની બંનેને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા કિરણબેનનું કોઇ સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નીપજ્યું હતું, જયારે કિરીટભાઇની હાલત પણ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી. બનાવથી અજાગિયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.