મંગલ શાંતિ ટ્રસ્ટ દ્વારા મફત તાલીમ વર્ગ યોજાયા
મંગલ શાંતિ ટ્રસ્ટ દ્વારા મફત તાલીમ વર્ગ યોજાયા
રાજકોટ |મંગલ શાંતિ મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, નાગર શેરી, હાટકેશ્વર મંદિર સામે,ગોંડલ દ્વારા રાજકોટ, મોરબી, પીપરડી, જાફરાબાદ ગામમાં પેકેજિંગના નિ:શુલ્ક તાલીમ વર્ગ યોજવામાં આવ્યા હતા. 30 બહેનોને પેપરકપ, બેગ બનાવવાની તાલીમ અપાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા એક એક હજારની શિષ્યવૃત્તિ પણ આપવામાં આવી હતી. સંસ્થાના સંચાલિક સાધનાબેન મહેતાએ બહેનોને સ્વાવલંબી થવા જણાવ્યું હતું.