• Gujarati News
  • National
  • શાળાઓ વચ્ચેની તંદુરસ્ત હરીફાઇથી શ્રેષ્ઠ રિઝલ્ટ આવ્યું

શાળાઓ વચ્ચેની તંદુરસ્ત હરીફાઇથી શ્રેષ્ઠ રિઝલ્ટ આવ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ-12કોમર્સનું પરિણામ જાહેર થતાં ફરીથી સમગ્ર રાજ્યના શિક્ષણ ક્ષેત્રે રાજકોટની ચર્ચાએ જોર પકડ્યું હતું. દર વર્ષની સરખામણીમાં રાજ્યનું પરિણામ નીચું આવ્યું હતું, પરંતુ રાજકોટ શહેરના પરિણામનો ગ્રાફ ઊંચો ગયો હતો. અંગે શહેરના શિક્ષણવિદ્દ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં શાળાઓ વચ્ચેની તંદુરસ્ત હરીફાઇ મહત્ત્વનું કારણ છે.

સર્વોદય સ્કૂલના સંચાલક ભરતભાઇ ગાજીપરાએ ઉમેર્યું હતું કે, ધોરણ 12 સાયન્સના પરિણામમાં પણ રાજકોટ શહેરે સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો હતો અને કોમર્સના પરિણામમાં પણ વાતનું સુખદ પુનરાવર્તન થયું છે. શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલા સતત વિકાસ અને જ્વલંત પરિણામ પાછળ શહેરની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું હકારાત્મક વલણ મહત્ત્વનું છે. સંચાલક મંડળની બેઠકમાં શાળા સંચાલકોને પડતી મુશ્કેલીની ચર્ચા તો સ્વભાવિક રીતે થાય છે, પરંતુ તેની સાથોસાથો વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની પણ ચર્ચા થાય છે.

બેઠકમાં ઉપસ્થિત તમામ શાળા સંચાલકો તે સમસ્યાની ચર્ચા કરી તેનો ઉકેલ પણ આપે છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસનું ભારણ નહીં, પરંતુ પરિણામલક્ષી માર્ગદર્શન અને દિશા મળી રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી શાળા સંચાલકોમાં આવેલા હકારાત્મક વલણને કારણે રાજ્યના શિક્ષણ જગતમાં રાજકોટ પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થયું છે.

અન્ય સમાચારો પણ છે...