• Gujarati News
  • તમાકુના સેવનથી વિશ્વમાં દર 6 સેકન્ડે 1 વ્યકિતનું મૃત્યુ

તમાકુના સેવનથી વિશ્વમાં દર 6 સેકન્ડે 1 વ્યકિતનું મૃત્યુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વઆરોગ્ય સંસ્થાએ નક્કી કર્યા મુજબ દર વર્ષે 31 મેને ‘તમાકુ નિષેધ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટના કાન,નાક,ગળાના સર્જન એન્ડ એન્ડોસ્કોપીસ્ટ ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, વિશ્વમાં દર વર્ષે 50 લાખથી વધુ લોકો તમાકુ સેવનથી મૃત્યુ પામે છે, એટલેકે લગભગ દર 6 સેકન્ડે 1 વ્યકિતનું મૃત્યુ થાય છે. સિગારેટના ધુમાડામાં 4 હજારથી વધુ રસાયણો હોય છે જે કેન્સર માટે જવાબદાર હોય છે. જે લોકો સિગારેટ કે બીડી પીતા નથી તેમ છતાં આવા વ્યસનો કરનારના સહવાસ કે ધુમાડાથી મૃત્યુ પામે છે. તમાકુનું સેવન તંદુરસ્તી માટે જોખમી છે, તેનાથી મોઢું, ગળું, અન્નનળીનું કેન્સર, ફેફસાંનું કેન્સર, સ્વાદુપીંડને લગતું કેન્સર થઇ શકે છે, તેમજ નપુંશકતા શરીરના હાથ-પગના આંગળાઓનું ગેંગરીન, હાઇ બ્લડપ્રેશર થઇ શકે છે. ડો.ઠક્કરે ઉમેર્યું હતું કે, વર્લ્ડ નો ટોબેકો ડે’ ના દિવસે એક સંદેશ હોઇ શકે આરોગ્યને હંમેશાં નિરોગી, સ્વસ્થ રાખવું હોય તો તમાકુ જેવા હાનિકારક વ્યસનથી મુક્ત રહેવું જોઇએ, અને કદાચ વ્યસન થઇ ગયું હોય તો આજ થી વ્યસન છોડવું જોઇએ.

તમાકુ બંધ કરવાથી થતા શારીરિક ફાયદા

વ્યસન મુક્યા પછીના ચિહ્નો

ચીડિયાપણું,માનસિકતણાવ, બેચેની, ઉપકા-કબજિયાત, લોહીનું દબાણ અને ધબકારા ઘટવા, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ, અનિદ્રા, તંબાકુ માટેની તલપ જાગવી. તંબાકુનું સેવન છોડ્યા પછી ઉપરોક્ત ચિહ્નો 48 કલાકમાં શરૂ થાય છે અને 6 મહિનામાં ચિહ્નો જતા રહે છે. ઉપરાંત થોડો સમય કામ કરવામાં કંટાળો આવે અને શરીરમાં આળસવૃત્તી રહેવાની રહે છે. પરંતુ તમામ સમસ્યા ધીરે-ધીરે દૂર થઈ જાય છે.

01 થી9 મહિનામાં ખાંસી, શ્વાસની તકલીફ, થાક, ઓછો થાય.

03 મહિનાપછી ફેફસાંના કામમાં સુધારો લાવે છે.

02 સપ્તાહપછી લોહીના પરિભ્રમણમાં સુધારો લાવે છે.

24 કલાકપછી હૃદય રોગના હુમલાની સંભાવના ઓછી કરે છે.

20 મિનિટમાંલોહીનું દબાણ નિયમિત થાય છે.

શા માટે અને કેવી રીતે નિકોટિન વ્યસન કર્તા છે

1, વ્યકિતધૂમ્રપાન કરે છે.

2,નિકોટિનમગજમાં પહોંચે છે.

3,ડોપામાઇનરિલીઝ થાય છે.

4,કાલ્પનિકઅાનંદનો અનુભવ થાય છે.

5,નિકોટિનનુંપ્રમાણ ઘટવાનું શરૂ થાય છે.

6,કાલ્પનિકઆનંદ ઓસરી જાય છે.

7,વધારેતલપ લાગે છે, અને વ્યકિત ધૂમ્રપાનનો વ્યસની બને છે.

વર્લ્ડ નો ટોબેકો ડે