• Gujarati News
  • National
  • સામાકાંઠે વધુ 46 દુકાન કોમ્પ્લેક્સના પાર્કિંગમાં થયેલા દબાણનો કડૂસલો

સામાકાંઠે વધુ 46 દુકાન-કોમ્પ્લેક્સના પાર્કિંગમાં થયેલા દબાણનો કડૂસલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટમાંવકરતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મુખ્ય માર્ગો પર આવતી દુકાન અને કોમ્પ્લેક્સના પાર્કિંગની જગ્યામાં થયેલા દબાણો તોડવા માટે મનપાને ત્રણેય ઝોનમાં ઓપરેશન હાથ ધર્યું છે. શનિવારે સામાકાંઠે ભાવનગર રોડ પર મનપાનું બુલડોઝર ધણધણ્યું હતું. દુકાન અને કોમ્પ્લેક્સ સહિત 46 સ્થળે માર્જિનની જગ્યામાં ખડકાયેલા ઓટા, ઊંચા ફ્લોરિંગ, છાપરાં, કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણોનો કડૂસલો બોલાવી દેવાયો હતો.

પાર્કિંગની જગ્યા ઝીરો લેવલ કરવા માટે ત્રણેય ઝોનમાં અઠવાડિયામાં એક-એક દિવસ નિયત કરી દેવાયો છે. શનિવારે ડેપ્યુટી કમિશનર પી.પી.વ્યાસ, ટીપીઓ એમ.ડી.સાગઠિયા, ઇસ્ટ ઝોનના સિનિયર એટીપી એચ.યુ.દોઢિયા, વાય.કે.ગોસ્વામી, મુકેશ રાઠોડ, ડી.કે.અગ્રાવત સહિતનો સ્ટાફ ખૂલતી બજારે બુલડોઝર સાથે સામાકાંઠે ભાવનગર રોડ પર પહોંચી ગયા હતા. કુલ 46થી વધુ સ્થળે પાર્કિંગના દબાણો તોડી પડાયા હતા.

ડિલક્સ ચોકથી ચુનારાવાડ ચોક સુધી થયેલા ડિમોલિશનમાં નાગરિક બેંક, ભૂમિકા વિદ્યાલય, પ્રગતિ સ્કૂલ, વેરાઇ સેલ્સ, મહાવીર ઇમિટેશન, ભૈરવ ભવન, ખાદીગ્રામ ઉદ્યોગ ભવન, દીપક એજન્સી, ન્યૂ વિજયરાજ મોબાઇલ, પરેશ બેંગલ્સ, આર.કે.બિછિયા, મોમાઇ ઇમિટેશન, કૃપા સેલ્સ, અમૂલ પાન, પટેલવાડી, શિવધારા હોટેલ, અર્ચના સેલ્સ, બંસી સેલ્સ, શિવશક્તિ ટ્રેડર્સ, કુળદેવી કૃપા ઇમિટેશન, ગણેશ સેલ્સ, શુભ ડાયમંડ, જય શનિદેવ ઇમિટેશન, પીઠડ ઇમિટેશન, ઓમ હેર કેર, એમ.બી.બિછિયા, મારુતિ ઇમિટેશન, જય ખોડિયાર પાન, આર્ટ ગ્રૂપ કોમ્પ્લેક્સ, અેસ.પી.ઇમિટેશન, પ્રવીણભાઇ, એસ.એમ.સેલ્સ, યશરાજ મોબાઇલ, રૈયારાજ પાન, રોયલ હાર્ડવેર, આનંદી સિલેક્શન, મારુતિ એજન્સી, જલારામ મોબાઇલ, ભવાની મોબાઇલ, ઉત્સવ ફનિર્ચર અને સરવૈયા જ્વેલર્સ સહિતની દુકાન તથા સંકુલના આગળના ભાગમાં ખડકાઇ ગયેલા ઓટા, ઊંચા ફ્લોરિંગ, કમ્પાઉન્ડ વોલ, છાપરાં સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

મોટા માથા સામે તંત્ર ઘૂંટણિયે પડી ગયું

શહેરમાંગેરકાયદેદબાણ હટાવવાની કામગીરી કરતું મનપા તંત્ર માત્ર નાના વેપારીઓ તેમજ ગરબોના મકાન, દુકાનના ઓટલા તોડી રહ્યું છે ત્યારે મોટા-મોટા શો-રૂમ તેમજ રાજકીય વગ ધરાતા લોકોએ કરેલા દબાણો તોડવામાં તંત્ર વામણું સાબિત થઈ રહ્યું છે અને મોટામાથાઓના ઘૂંટણિયે પડી ગયું હોવાની લોકોમાં ચર્ચા છે.

દુકાન-કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ગેરકાયદે થયેલા બાંધકામો મનપા તંત્રે તોડી પાડ્યા હતા. શહેરના અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ પ્લેસ ગેરકાયદે બાંધકામોનો બુકડો બોલાવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...