• Gujarati News
  • National
  • આગ ઓકતા આકાશ અને બફારાથી લોકો ત્રસ્ત, રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન

આગ ઓકતા આકાશ અને બફારાથી લોકો ત્રસ્ત, રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસુનજીક આવી ગયું છે છતાં આકાશમાંથી હજુ પણ આગ વરસી રહી છે. તાપમાનનો પારો નીચે ઉતરવાનું નામ લેતો નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારાના શહેરોને બાદ કરતા તમામ શહેરોમાં શનિવારે તાપમાનનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો હતો. રાજકોટમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું ત્યારે 43.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સમગ્ર રાજ્યમાં ગરમ શહેર રહ્યું હતું. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ આકરો તાપ હજુ ઓછો થતો નથી. અહીંયા પણ 42.6થી 43.6 ડિગ્રીની વચ્ચે તાપમાન રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારાના શહેરો દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, સુરત અને વલસાડમાં મહત્તમ તાપમાન 33.1થી 37.4 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. જો કે, શહેરોમાં બફારાનું પ્રમાણ વિશેષ રહ્યું હતું.

અંગ દઝાડતા તાપને કારણે શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે.

શહેર તાપમાન

રાજકોટ 43.0

જૂનાગઢ41.6

જામનગર36.0

અમરેલી43.0

ભાવનગર39.8

દ્વારકા33.1

ઓખા34.1

પોરબંદર35.0

વેરાવળ34.5

ભુજ40.2

અમદાવાદ43.3

વડોદરા42.6

સુરત35.0

ઈડર42.6

ક્યા કેટલું તાપમાન

અન્ય સમાચારો પણ છે...