• Gujarati News
  • National
  • કુખ્યાત સોનુ ડાંગર પિસ્ટલ, 18 કાર્ટિસ સાથે પકડાઈ

કુખ્યાત સોનુ ડાંગર પિસ્ટલ, 18 કાર્ટિસ સાથે પકડાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીગ્રામનાઅક્ષર નગરમાં રહેતી અને અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી કુખ્યાત સોનુ ડાંગર એક પિસ્તલ અને 18 જીવતા કાર્ટિસ સાથે ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં સપડાઈ હતી.

ડીસીબીના પોલીસમેન રાજુ બાળા અને રઘુભા વાળાને મળેલી બાતમી બાદ પીએસઆઈ કે.કે. જાડેજા અને મહિલા પીએસઆઈ વિરલ ચંદેરા સહિતનો કાફલો મંગળવારે સવારે અક્ષરનગર શેરી નં.3માં વોચમાં ગોઠવાયો હતો. સોનલબેન ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઈ ડાંગર સવારે 9 વાગ્યે બહારગામથી રાજકોટ આવી રિક્ષામાંથી ઉતરી સાથે મહિલા પોલીસે સોનુના પર્સની તલાશી લેતા તેમાંથી એક પિસ્તલ અને 14 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. ચાર રાઉન્ડ પિસ્તલમાં લોડેડ કરેલા હતા. સ્વરક્ષણ માટે પિસ્તલ મધ્યપ્રદેશથી લાવ્યાની કબુલાત આપી હતી. પ્રકરણમાં હજુ વધુ કેટલાક શખ્સોના નામ ખૂલે અને વધુ હથિયાર મળી આવી તેવી સંભાવના છે. સોનુને થોડા દી પહેલા જૂનાગઢ પોલીસે પકડી હતી. જો કે, હથિયાર કઢાવી શકી હતી.

સોનુ ડાંગર

અન્ય સમાચારો પણ છે...