• Gujarati News
  • National
  • એક દંપતી ફરિયાદ કરવા પોલીસ મથક પહોંચ્યું, પોલીસના કડક ચેકિંગ સમયે નાક કાપી ગયા

એક દંપતી ફરિયાદ કરવા પોલીસ મથક પહોંચ્યું, પોલીસના કડક ચેકિંગ સમયે નાક કાપી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંબેલગામ બનેલા લુખ્ખાઓએ ગુરુવારે રાત્રે માલવિયા ચોકથી લોધાવાડ ચોક સુધીમાં રીતસર આતંક મચાવી દીધો હતો. ટુ-વ્હીલ કે ફોર-વ્હીલમાં નીકળનાર નાગરિકોને વિના કારણે બેફામ મારમારી 3 થી 4 કારના કાચ ફોડી નાખ્યા હતા. લુખ્ખાઓનો ભોગ બનનાર એક દંપતી ફરિયાદ કરવા પોલીસ મથક પહોંચ્યું હતું.

મક્કમ ચોક નજીક વૃધ્ધ દંપતીને ઠોકરે ચડાવીને ભાગેલા લુખ્ખાઓએ લોધાવાડ ચોકથી માલવિયા ચોક સુધીના રસ્તા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ફટકારવાનું શરૂ કર્યું હતું. લુખ્ખાઓએ મુક્કા મારીને 3 થી 4 કારના કાચ તોડી નાખ્યા હતા. તેમજ પુત્ર સાથે પસાર થઇ રહેલા દંપતીને પણ માર મારી ભયનો માહોલ સર્જી દીધો હતો. પોલીસ આવે પહેલા લુખ્ખાઓ રફુચક્કર થઇ ગયા હતા. જોકે એક બાઇકના નંબર જાગૃત નાગરિકે નોંધીને પોલીસને સુપરત કરતા નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે લુખ્ખાઓની શોધખોળ શરૂ કરી છે. રાતના સમયમાં મારામારી, હુમલાના બનાવ વધી જતાં લુખ્ખાઓને સીધાદોર કરવા કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાત્રીના 11 પછી તમામ લારી-ગલ્લા, હોટેલો બંધ કરાવતા ત્યારે લુખ્ખાઓ પોલીસનુ નાક કાપી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...