• Gujarati News
  • National
  • રાજકોટની ચિત્રનગરી હવે હાઇ વે પર પણ દોડશે, બ્રિજ ટોલનાકા ચિત્રોથી નિખરી ઉઠશે

રાજકોટની ચિત્રનગરી હવે હાઇ-વે પર પણ દોડશે, બ્રિજ-ટોલનાકા ચિત્રોથી નિખરી ઉઠશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટચિત્રનગરી તરીકે માત્ર સૌરાષ્ટ્રમાં નહીં પણ દેશભરમાં જાણીતું બની ગયું છે. રંગીલું રાજકોટ રૂપકડા ચિત્રોથી નિખરી ઉઠ્યા બાદ ચિત્રનગરીની સફર હવે હાઇવે તરફ દોટ માંડવા જઇ રહી છે. ચિત્રનગરીની પરિકલ્પનાને જીવંત કરનાર મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના પ્રણેતા જીતુભાઇ ગોટેચા સમક્ષ નેશનેલ હાઇવે ઓથોરિટીએ રાજકોટ-પોરબંદર અને બામણબોર-મોરબી હાઇવે વચ્ચે આવતા તમામ ઓવરબ્રિજ, ટોલનાકા અને બસ સ્ટોપની દીવાલો સુંદર ચિત્રોથી મઢી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. હાઇવે ઓથોરિટીના સૌરાષ્ટ્ર ઝોનના અધિકારી મી.જૈને દિલ્હી સ્થિત હાઇવેની વડી કચેરી પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. બન્ને હાઇવેના બ્રિજ બાદ ગુજરાતભરમાં હાઇવે ઓથોરિટી હેઠળ આવતા અન્ય બ્રિજને પણ આવરી લેવાની ઇચ્છા હાઇવે ઓથોરિટીના અધિકારીએ વ્યક્ત કરી હતી.

બન્ને હાઇવે પર 14થી વધુ બ્રિજ

હાઇવેઓથોરિટીના અધિકારી મી.જૈને જણાવ્યું હતું કે, રાજકોટ-પોરબંદર અને બામણબોર-મોરબી હાઇવે પર 14 જેટલા બ્રિજ આવે છે. હાઇવે પર આવતા બસ સ્ટોપ પણ નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક આવે છે. બ્રિજ, ટોલનાકા ઉપરાંત બસ સ્ટોપની દીવાલો ઉપર પણ સુંદર ચિત્રો દોરવામાં આવે તેવી ઇચ્છા છે. બહારથી આવતા લોકો જ્યારે હાઇવે પરથી નીકળે ત્યારે ગુજરાતના હાઇવેની સુંદરતા તેના મન પર કાયમ માટે અંકિત થઇ જાય.

950 કલાકારોની ટીમ કાર્યરત

મિશનસ્માર્ટ સિટી ટ્રસ્ટના જીતુભાઇ ગોટેચાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં તેમની પાસે 950થી વધુ કાલાકારોની ટીમ છે. પૈકી ખરેખર જે પેઇન્ટર કહી શકાય એવા પ્રોફેશનલ આર્ટિસ્ટ 100થી વધુ છે. જો હાઇવે ઓથોરિટીની ફાઇનલ મંજૂરી મળશે તો રાજકોટના તમામ પેઇન્ટર ઉપરાંત હાઇવે પર આવતા જે તે ગામના સારા આર્ટિસ્ટની મદદ લેવામાં આવશે. કલાકારોને તેમનું મહેનતાણું, આવવા-જવાનો ખર્ચ હાઇવે ઓથોરિટી તરફથી મળશે.

માઉન્ટઆબુથી પણ ઓફર આવી

જેરીતે રાજકોટ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ ઓફર આવી રહી છે રીતે ગુજરાત બહારથી પણ પ્રસ્તાવ મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટને મળી રહ્યા છે. તાજેતરમાં માઉન્ટ આબુના સત્તાધીશોએ મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો અને માઉન્ટ આબુમાં પણ ચિત્રનગરી જીવંત કરી આપવાની ઓફર કરી હતી.

રાજકોટના વિવિધ સ્થળો પર અત્યાર સુધીમાં દોરાયેલા ચિત્રની સંખ્યા 8300 ઉપર પહોંચી છે. ચિત્રનગરીનું અભિયાન કાયમ માટે ચાલુ રાખવામાં આવશે. સમય જતા જે ચિત્ર ખરાબ થઇ ગયું હશે ત્યાં રી-પેઇન્ટ સહિતની કામગીરી કરવામાં આવશે. મુખ્ય ચોક, રાજમાર્ગો પર ચિત્રકામ કરાયા બાદ હવે સોસાયટીમાં અભિયાનને વિસ્તારવાનું આયોજન છે.

રાજકોટમાં ચિત્રનગરીનો આંક 8700 ઉપર પહોંચ્યો

રાજકોટ- પોરબંદર અને બામણબોર-મોરબી હાઇવે પરના બ્રિજની દીવાલો પર ચિત્રો દોરી આપવા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ સમક્ષ હાઇવે ઓથોરિટીનો પ્રસ્તાવ

અન્ય સમાચારો પણ છે...