તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CBSE સાથે જોડાણ હોવા છતાં ધોળકિયા સ્કૂલ ધોરણ 8 સુધીના સીબીએસઇના ક્લાસ ચલાવે છે

CBSE સાથે જોડાણ હોવા છતાં ધોળકિયા સ્કૂલ ધોરણ-8 સુધીના સીબીએસઇના ક્લાસ ચલાવે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનીકે.જી. ધોળકિયા સ્કૂલમાં ધોરણ-1થી 8 સુધી સીબીએસઈના ક્લાસ ચાલે છે. આઘાતજનક વાત છે કે, શાળાએ હજુ સુધી સીબીએસઈનું એફિલિએશન એટલે કે જોડાણ મેળવ્યું નથી. સંજોગોમાં શાળામાં સીબીએસઈના ક્લાસ ચલાવવા ગેરકાયદે કૃત્ય છે. જો કે, ધોળકિયા સ્કૂલના સંચાલકો દ્વારા પોતાની પાસે સીબીએસઇનું જોડાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજીબાજુ સીબીએસઇના જોડાણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી જયપ્રકાશ ચતુર્વેદીએ કે.જી.ધોળકિયા સ્કૂલ પાસે સીબીએસઇનું જોડાણ હોવાનું જણાવી સ્કૂલ સામે આગામી દિવસોમાં આકરાં પગલાંના સંકેતો આપ્યા છે. મુદ્ે સ્કૂલના સંચાલક જીતુભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ધોરણ-1થી 6 સુધી સીબીએસઈમાં મંજૂરીની જરૂર નથી. જ્યારે ધો.8 સુધીના ચાલુ કરી દેવાયેલા કલાસ અંગે તેઓ પ્રતિતિજનક જવાબ આપી શક્યા હતા અને મંજૂરી માટે પ્રક્રિયા ચાલુ હોવાનું કહ્યું હતું.

ન્યૂ દિલ્હી ખાતે આવેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના એફિલેશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી જયપ્રકાશ ચતુર્વેદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની કે.જી.ધોળકિયા સ્કૂલે વર્ષ 2016-17ના જોડાણ માટે સીબીએસઇને અરજી કરી હતી, પરંતુ તેમને માન્યતા આપવામાં આવી નથી અને તેમની અરજી નામંજૂર કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં સીબીએસઇની વેબસાઇટ પર જેટલી સ્કૂલોની યાદી મૂકવામાં આવી છે તેટલી સ્કૂલો માન્યતા ધરાવે છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલી કે.જી.ધોળકિયા સ્કૂલમાં સીબીએસઇના ક્લાસ ચલાવવામાં આવે છે અને સ્કૂલ પાસે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની માન્યતા હોવાનો દાવો એડમિશન લેવા જતા વાલીઓ પાસે સ્કૂલના સંચાલકો દ્વારા કરવામાં આવે છે.

કે.જી.ધોળકિયા સ્કૂલમાં પાંચ વર્ષથી સીબીએસઇના ક્લાસ શરૂ કરાયા છે અને બોર્ડની માન્યતા હોવા છતાં ધો.1 થી 8માં વિદ્યાર્થીઓને એડમિશન આપી રૂ.45-45 હજાર જેવી તગડી ફી ઉઘરાવી લઇ છેતરપિંડી આચરવામાં આવી રહી છે. તાજેતરમાં એક વિદ્યાર્થીના વાલીની સુરત ખાતે બદલી થતા તેમણે કે.જી.ધોળકિયા સ્કૂલમાંથી પોતાના સંતાનનું લિવિંગ સર્ટિફિકેટ કઢાવ્યા બાદ સુરતની સીબીએસઇની માન્યતા ધરાવતી સ્કૂલમાં એડમિશન લેવા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને વિદ્યાર્થીનો જી.આર.નંબર હોવાનું બહાર આવ્યું હતું.

સુરત ટ્રાન્સફર થયેલા વાલી અન્ય સ્કૂલમાં સંતાનનું એડમિશન લેવા ગયા ત્યારે એફિલિએશન હોવાને કારણે બીજી સ્કૂલમાં પ્રવેશ મળ્યો

ગુજરાત સરકાર આકરાં પગલાં લેશે : ચુડાસમા

રાજ્યનાશિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કે.જી. ધોળકિયા સ્કૂલમાં મંગળવારે તપાસ કરવામાં આવશે. ઉપરાંત રાજકોટ સહિત ગુજરાતમાં કોઈપણ સ્થળે સીબીએસઈનો અભ્યાસક્રમ જોડાણ વિના ચલાવામાં આવતો હશે તો બાબતે તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે આકરા પગલાં લેવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે શું સમસ્યા સર્જાય?

પહેલીવાત તો છે કે, સીબીએસઈ સાથેના એફિલિએશન વગર સ્કૂલમાં સીબીએસઈના અભ્યાસક્રમ ચાલુ કરી શકાય. આખી પ્રક્રિયા ગેરકાયદે છે. જે શાળા પાસે જોડાણ નથી તે પોતાના વિદ્યાર્થીઓને સીબીએસઈના અભ્યાસક્રમની પરિક્ષા કઈ રીતે લઈ શકે અને કઈ રીતે પ્રગતિપત્રક આપી શકે? સૌથી મહત્ત્વની વાત છે કે, કે.જી. ધોળકિયા સ્કૂલમાં અભ્યાસક્રમ કરતા કોઈ વિદ્યાર્થીને શાળા બદલાવવાના સંજોગો ઊભા થાય તો તે વિદ્યાર્થીને સીબીએસઈની બીજી એકપણ સ્કૂલમાં પ્રવેશ મળે. એકંદરે વિદ્યાર્થીએ કે.જી. ધોળકિયા સ્કૂલમાં ભણતર ચાલુ રાખવું પડે. અથવા તો બોર્ડ બદલવું પડે.

સીબીએસઈની નોટિસમાં એવું કહેવાયું છે કે, વર્ષ 2015-16 દરમિયાન અપગ્રેડેશનની અરજી કરી હોય તે શાળા ધોરણ-6, 9 કે 11માં સીબીએસઈની મંજૂરી વગર ક્લાસ ચલાવી શકશે નહીં. એવા કિસ્સામાં શાળા બે વર્ષ માટે ડિસ્કવોલિફાઈ થશે. અરજીનો અર્થ એવો નથી કે એફિલિએશન મળી ગયું છે.

સીબીએસઈની નોટિસ સ્પષ્ટ જણાવે છે કે, જોડાણ વગર અભ્યાસક્રમ ચાલુ કરી શકાય નહીં

તગડી ફી લઇને CBSEના નામે વાલીઓ સાથે છેતરપિંડી, અનેક વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર

અન્ય સમાચારો પણ છે...