તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નેશનલ તરણ સ્પર્ધામાં ગુજરાતને વધુ બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ

નેશનલ તરણ સ્પર્ધામાં ગુજરાતને વધુ બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| 62મીનેશનલ સ્વિમિંગ સ્પર્ધામાં ફરી ગુજરાતની કન્યાઓએ પોતાનું હીર દેખાડ્યું હતું અને બે ગોલ્ડ તથા બે સિલ્વર મેડલ મેળવ્યા હતા. વી.પી.જાડેજાએ જણાવ્યું હતું કે સોમવારે ડાઇવિંગ 1મી.સ્પ્રિંગ બોર્ડ,3મી. સ્પ્રિંગ બોર્ડ, 1મી. સ્પાઇટિંગ બોર્ડ, 3મી. સ્પાઇટિંગ બોર્ડમા 9 ઇવેન્ટ યોજાઇ હતી જ્યારે 200મી. બટરફલાય, 100મી. બ્રેસ્ટસ્ટ્રોક, હાઇબોર્ડની 18 સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં ફોર બાય હન્ડ્રેડ મીટર મીડલે રીલે અન્ડર-17માં ગુજરાતની ગર્લ્સની ટીમે વિજેતા થઇ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમજ 1મી. સ્પાઇટિંગ બોટમાં આશના ચેવલીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત 100મી. બ્રેસ્ટસ્ટ્રોક ગર્લ્સમાં અન્ડર-17માં સિલ્કી નાગપુરેએ અને અન્ડર-19માં કલ્યાણી સકશેનાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...