તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એસટી ડિવિઝનની આવકમાં 1.93 કરોડનો વધારો નોંધાયો

એસટી ડિવિઝનની આવકમાં 1.93 કરોડનો વધારો નોંધાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

મોટીનોટો રદ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય રાજકોટ એસટી ડિવિઝનને ફળ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરો દ્વારા 500 કે 1000ના દરની નોટો 9 નવેમ્બરથી અસ્વીકાર થતો હતો, જ્યારે એસટી તંત્ર મોટી નોટો સ્વીકારતું હતું. અા કારણોસર 17 દિવસમાં આવકમાં 1.93 કરોડનો વધારો થયો છે.

રાજકોટ એસટી ડિવિઝન કંટ્રોલર ડી.એમ.જેઠવાના જણાવ્યા મુજબ 8મી નવેમ્બર મધરાતથી મોટી નોટો ચલણમાં રદ કરાતા તેમજ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા ચલણી નોટો સ્વીકારાતા ખાનગી ટ્રાવેલ્સનો ટ્રાફિક એસટીને મળ્યો હતો. જેના કારણે અમદાવાદ, જામનગર, મોરબી, ગોંડલ, સુરેન્દ્રનગર સહિતના શહેરો માટે 18 અેકસ્ટ્રા બસ પણ મૂકવી પડી હતી. એસટીની આવકમાં 9 થી 20 નવેમ્બર સુધી બાર દિવસ માટે દૈનિક 12 લાખનો, જ્યારે 21 થી 27 નવેમ્બર સુધીમાં 7 દિવસમાં 49 લાખનો વધારો થયો છે.આમ 12 દિવસમાં 1.44 કરોડ તેમજ સાત દિવસમાં 49 લાખ મળી રાજકોટ એસટી ડિવિઝનની આવકમાં 1.93 લાખનો વધારો થવા પામ્યો છે. દૈનિક આવક 9 થી 20 દરમિયાન 38 લાખને બદલે 50 લાખ, તેમજ 21 થી 27 વચ્ચે 45 લાખ થઇ હતી.

માત્ર 19 દિવસમાં કુલ આવકમાં તોતિંગ ઉછાળો

ટ્રાફિક વધવાના કારણે એકસ્ટ્રા બસ મૂકવી પડી

અન્ય સમાચારો પણ છે...