તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શાકભાજીના ફેરિયાની પણ અનુકરણીય પહેલ, કેશલેસ વ્યવહાર તરફ વળ્યા

શાકભાજીના ફેરિયાની પણ અનુકરણીય પહેલ, કેશલેસ વ્યવહાર તરફ વળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

બદલાયેલાસમય, ટેક્નોલોજી સાથે કદમ મિલાવીને સુવિધા મેળવવામાં જેમની છાપ અંગૂઠાછાપ તરીકે પડી ગયેલી છે એવા બકાલીઓએ પણ શિક્ષિતો માટે અનુકરણીય કદમ માંડ્યું છે. છૂટ્ટા પૈસાની કળાકૂટમાંથી કાયમી છુટકારો થાય અને પૈસાની લેવડ-દેવડમાં પડતી પ્રતિકૂળતાને સાનુકૂળતામાં પલટાવતી કેશલેસ વ્યવહારની ટેક્નોલોજી સાથે જોડાવા લાગ્યા છે. મહાપાલિકાની મધ્યસ્થીથી જ્યુબિલી શાકમાર્કેટમાં એક્સિસ બેંકનો બે દિવસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 40થી વધુ બકાલીઓ ક્યુ-આર કોર્ડથી એમ-વિઝા મારફતે કેશલેસની ટેક્નોલોજી સાથે જોડાયા છે.

નાના ધંધાર્થીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રાજકોટમાં મહાપાલિકાના કમિશનર બંછાનીધિ પાનીએ વિવિધ બેંક સાથે મળીને કેશલેસ વ્યવહારનો સૌપ્રથમ પ્રયોગ જ્યુબિલી શાકમાર્કેટ ખાતેથી કરવામાં આવ્યો છે. કેમ્પમાં બે દિવસમાં 40 બકાલીઓ ટેક્નોલોજી સાથે જોડાયા છે. સામાન્ય રીતે અંગૂઠાછાપની છાપ ધરાવતા શાકભાજીવાળા કેશેલેસ ટેક્નોલોજી અપનાવી શકતા હોય તો શિક્ષિત લોકો શા માટે નહીંω એવો એક સંદેશ બકાલીઓ તરફથી મળે છે. બકાલીઓએ કંડારેલી કેડી પર અન્ય નાના ધંધાર્થીઓ પણ આગળ વધે તો મનપાનો અભિગમ ખરા અર્થમાં સફળ બની શકે. મનપાના તમામ 100 હોકર્સ ઝોનમાં પણ તબક્કાવાર રીતે વિવિધ બેંકના કેમ્પ રાખવામાં આવશે.

જ્યુબિલી શાકમાર્કેટમાં માત્ર એક એક્સિસ બેંકનો બે દિવસનો કેમ્પ રખાયો હતો. તેમા મળેલી સફળતા બાદ મંગળવારે રાજકોટની તમામ બેંકના પ્રતિનિધિની મિટિંગ બોલાવવામાં આવી છે. શહેરની વિવિધ શાકમાર્કેટ અને હોકર્સ ઝોનમાં નાના ધંધાર્થીઓને ક્યુ-આર કોર્ડ આપી એમ-વિઝા સાથે જોડવા સંદર્ભે બેઠક રાખવામાં આવી હોવાનું ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સી.કે.નંદાણીએ જણાવ્યું હતું.

આજે સેન્ટ્રલ ઝોનમાં તમામ બેંક સાથે મિટિંગ

રીતે શાકભાજીનું પેમેન્ટ કરી શકાશે

1 બકાલી સહિતના ધંધાર્થીઓના જનધન બેંક એકાઉન્ટ ખોલાવાશે

2 બેંક ખાતા સાથે તેમના ફોન નંબર, ધંધાનું સ્થળ, રહેણાંક સરનામું સહિતની વિગત સામેલ થાય તેવો ક્યુ.આર કોર્ડ જનરેટ કરાશે જે સેન્સર ટેકનોલોજી સાથે એમ-વીઝા કનેકટીવીટી અપાશે.

3 કોઇ ગ્રાહક ધંધાર્થી પાસે શાકભાજી સહિતની વસ્તુ ખરીદવા જાય તેમની પાસે સ્માર્ટફોન અને પોતાના બેંકની એપ્લિકેશન હોવી જરૂરી છે.

4 ગ્રાહક એપ્લિકેશન ખોલશે એટલે તેમાં પે ટુ નામની એક લિંક હશે તે લિંકમાં એન્ટર થવાથી પેમેન્ટના જુદા-જુદા ઓપ્શન ખૂલશે.

5 વિવિધ ઓપ્શન પૈકી પે વીથ એમ વીઝા નામના ઓપ્શનમાં જતા ગ્રાહકના સ્માર્ટ ફોનમાં કેમેરા ઓપ્શન સાથે સ્કેન વીન્ડો ખૂલશે. ત્યારબાદ ગ્રાહકે સ્માર્ટ ફોનની સ્ક્રીન બકાલીને અપાયેલા ક્યુ-આર કોર્ડ પર મુકવાની રહેશે.

6 ગ્રાહકના સ્માર્ટ ફનમાં બકાલીની તમામ વિગત આવી જશે તે ચકાસ્યા બાદ ગ્રાહકે પોતાના બેંક ખાતા નંબર તેમજ પેમેન્ટની રકમ નાંખીને ઓકે દબાવવાનું રહેશે. સાથે પેમેન્ટ ધંધાર્થીના ખાતામાં જમા થઇ જશે અને ગ્રાહકના ખાતામાંથી રકમ કપાત થઇ જશે. બન્નેને સમયે મોબાઇલ પર મેસેજ પણ આવી જશે.

જ્યુબિલી માર્કેટમાં રાખેલા કેમ્પમાં 40 ધંધાર્થીઓ ક્યુ-આર કોર્ડ સાથે જોડાયા

અન્ય સમાચારો પણ છે...