તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટમાં સૌથી મોટી ઇન્ટર સ્કૂલ ડ્રોઇંગ સ્પર્ધા રંગરેઝ

રાજકોટમાં સૌથી મોટી ઇન્ટર સ્કૂલ ડ્રોઇંગ સ્પર્ધા રંગરેઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
94.3માય એફએમ શહેરીજનો માટે હંમેશ કંઇક નવું નજરાણું લઇ આવે છે. જે અંતર્ગત રાજકોટના ભુલકાઓ માટે લઇને આવ્યું છે કંઇક નવું. રાજકોટની સ્કૂલોમાં તા. 21મી નવેમ્બરને સોમવારથી છવાયો છે રંગોનો ક્રેઝ. નાના ભુલકાઓ માટે 94.3 માય એફ એમ દ્વારા ડ્રોઇંગ કોમ્પિટિશન ચાલે છે. જેનું નામ અપાયું છે રંગરેઝ. સ્પર્ધામાં શહેરની 40 થી વધુ શાળાઓ ભાગ લઇ રહી છે. જેના માટે માય એફએમ દ્વારા ખાસ તૈયારી કરાઇ છે.

94.3 માય એફએમ દ્વારા હંમેશા કંઇક નવું કરવાની ભાવના સાથે પ્રવૃત્તિ કરવામાં આવે છે. વૃક્ષ વાવીએ વિશ્વ બચાવીએ અભિયાન અંતર્ગત તા. 21મી નવેમ્બરથી શહેરની શાળાઓના ભુલકાઓ માટે સૌથી મોટી ડ્રોઇંગ સ્પર્ધાનો પ્રારંભ કરાયો છે. રાજકોટની 40 થી વધુ સ્કૂલોમાં સ્પર્ધા ચાલે છે. કોમ્પિટિશનમાં શ્રેષ્ઠ 12 ચિત્રોને અપાશે 94.3 માય એફએમના 2017ના કેલેન્ડરમાં સ્થાન. સ્પર્ધા અંતર્ગત માય એફએમના આરજે શહેરની દરેક શાળાઓમાં જઇ બાળકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. કોમ્પિટિશનમાં બાળકને રજિસ્ટર કરવા Rangrez ટાઇપ કરવાનું રહેશે સાથે બાળકની શાળાનું નામ ટાઇપ કરી 9019943943 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનું રહેશે. કાર્યક્રમ અંગે 94.3 માયએફએમ દ્વારા સ્પર્ધા અંગે વધુ માહિતી પણ આપવામાં આવી રહી છે.

માય એફ એમ દ્વારા શહેરના રંગીલા રાજકોટટિયન્સ માટે અવારનવાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં શહેરના બાળકો માટે હેપી બોક્સ, રંગોળી સ્પર્ધા સહિતના અનેક અનોખા આોજન થાય છે. 94.3 માએફ એમ જિયો દિલ સે સૂત્ર અંતર્ગત લોકો સુધી નહીં પણ તેના દિલ સુધી પહોંચવા માગતા હોય તેમ અનેક કાર્યક્રમ યોજવામાં આવે છે. માય એફ એમએ દિવાળીમાં પણ બાળકો માટે સ્પર્ધા યોજાઇ હતી. સ્પર્ધા અંતર્ગત વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહન પણ અપાશે.

94.3 માય એફએમ દ્વારા શહેરની 40થી વધુ શાળાઓના બાળકો માટે ડ્રોઇંગ સ્પર્ધા વેગવંતી બની છે.

ગો-ગ્રીન સેવ અર્થ વિષય પર સ્પર્ધા વેગવાન

94.3 માય એફએમના નવતર અભિગમથી રંગીલા રાજકોટમાં છવાયો રંગોનો અનોખો ક્રેઝ

અન્ય સમાચારો પણ છે...