તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘કૅશ-લેસ’ દેશનાં દૃશ્યો...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મો દી સાહેબે હાલના ‘લેસ-કૅશ દેશને આગળ જતાં સંપૂર્ણપણે ‘કૅશ-લેસ દેશ’ બનાવવાનું સપનું જોયું છે !

જુઓને, કેવી મઝાની વાત છે કે અમને તો ઓલરેડી સપનાનાં દૃશ્યો દેખાઈ રહ્યાં છે...

* * *

ભિખારી ફૂટપાથ પર બેઠો છે. એના હાથમાં ઠોબરા જેવા દાનપાત્રને બદલે ‘કાર્ડ-સ્વાઈપિંગ’ મશીન છે ! કહી રહ્યો છે : દસ કા સ્વાઈપ કરા લે, મોદી તેરા ટેક્સ માફ કરેગા...

* * *

રાજકોટનો ભિખારી બપોરના 1થી 4 દરમ્યાન ઊંઘતો હશે. પેલું સ્વાઈપ-મશીન ઓશિકા નીચે હશે. પણ બાજુમાં ‘પેટીએમ’નું પાટિયું હશે. એમાં એનો મોબાઈલ નંબર લખ્યા પછી નીચે સૂચના હશે.

“દાન દેવાની બવ ઈચ્છા થાતી હોય તો પેટીએમ કરી દ્યો, પણ ઊંઘમાં ડિસ્ટબ કરસો નંઈ.”

* * *

મંદિરોમાં દાનપેટીઓને બદલે મોટી સાઈઝની કાર્ડ-સ્વાઈપ પેટીઓ હશે જેમાં એકસાથે પંદર ભક્તો પોતાનાં કાર્ડ સ્વાઈપ કરીને દાન દઈ શકશે.

* * *

પણ હા, આરતીની થાળીની ડિઝાઈન જરા બદલાવવી પડશે. દીવડાઓની થાળીની બાજુમાં કાર્ડ-સ્વાઈપ મશીનનું વેલ્ડીંગ કરાવી લેવું જોશે !

* * *

લગ્નમાં પણ ગોર મહારાજો હાથમાં સ્વાઈપિંગ મશીનો લઈને બેઠા હશે. યજમાનના હાથમાં નાળિયેરની નીચે તો ક્રેડિટ કાર્ડ મૂકાવશે !

* * *

101, 501, 1001 જેવી શુભ રકમોના ચાંલ્લા કરવા માટે બજારમાં તૈયાર ચાંલ્લા/કન્યાદાન કાર્ડ મળતાં હશે. (સોરી બજારમાં નહિ, ઓન-લાઈન!)

* * *

દિવાળીમાં મોટા સાહેબોને મીઠાઈનાં બોક્સ મોકલવાનો રિવાજ કેન્સલ થઈ જશે. એના બદલે બોક્સમાં હજારથી દસ હજારનાં પ્રિ-પેઈડ શોપિંગ કાર્ડઝ મુકાતાં હશે.

* * *

પણ થોડા નાના પ્રોબ્લેમ્સ તો થવાના. જેમ કે ડાયરામાં આપણે શું 20-20 રૂપિયાના ચેકો ઉડાડવાના છે ?

* * *

અને ડાન્સબારમાં શું કરવાનું ? ડાન્સરને માથે મોબાઈલ ઓવારીને પેટીએમ કરવાનું? જેથી એની કમરે લટકતા મોબાઈલમાં “ટીડિંગ...” થાય ?

* * *

બાકી એક વાત નક્કી છે. કોલેજોમાં એડમિશન લેવા માટે હવે ડોનેશનો સોનાની લગડીમાં આપવાં પડશે.

જોકે હા, બાલમંદિરનાં ડોનેશનોમાં હજી ચાંદીની પાટો ચાલશે... જય કેશ-લેસ ઈન્ડિયા! {મન્નુ શેખચલ્લી

અન્ય સમાચારો પણ છે...