તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમવાર નોટાનો વિકલ્પ

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમવાર નોટાનો વિકલ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યની10318 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 27 ડિસેમ્બરે યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગે કરી છે. ચૂંટણીમાં પ્રથમ વાર નોટાનો ઉપયોગ કરાશે. જાહેરાતની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારથી આચારસંહિતા અમલી બનશે. વોર્ડના સભ્યો અને ગામના સરપંચ એમ બંનેની ચૂંટણી એકસાથે યોજાશે.

10318 ગ્રામ પંચાયતના સરપંચ અને 91002 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. 25454 મતદાન મથક પરથી 1.89 કરોડ મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે. રાજકીય પક્ષોના ચિહન વિના ચૂંટણી લડાશે છતાં ભાજપ અને કૉંગ્રેસ પોતાના તરફી ઉમેદવારોને વિજયી બનાવવા મેદાને છે.

અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નોટાનું ઓપ્શન સ્વીકારાયું નહોતું. ગત વર્ષે પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીથી તેનો અમલ શરૂ થયો હતો. હવે ગ્રામ પંચાયતોમાં ‘ઉપર પૈકીના કોઈ પણ નહીં’ એવો નોટાનો વિકલ્પ પસંદ કરવાની મતદારોને પ્રથમ વાર તક મળશે. આગામી 5મી ડિસેમ્બરે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે.

રાજકોટ જિલ્લામાં 546 ગ્રામપંચાયતની યોજાશે ચૂંટણી

રાજકોટજિલ્લાની ચૂંટણીશાખાના નાયબ મામલતદાર અતુલભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જિલ્લાની 546 ગ્રામ પંચાયતોના સરપંચોની રોટેશન મુજબની યાદીમાં જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ ગઇકાલે સહી કરી દીધી હતી. હવે જિલ્લામાં 546 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજવા તાલુકા વાઇઝ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને જવાબદારી સોંપાશે. તાલુકા વાઇઝ ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક માટે યાદી તૈયાર થઇ ગઇ છે અને તેના ઓર્ડર ઇસ્યુ કરવા માટેની ફાઇલ કલેક્ટર સમક્ષ મૂકી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...