તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વેપારી પ્રસંગમાં ગયા અને ચોર 3.15 લાખ ચોરી ગયા

વેપારી પ્રસંગમાં ગયા અને ચોર 3.15 લાખ ચોરી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીથી આવેલા વેપારીએ નોંધાવી ફરિયાદ

શહેરમાંસક્રિય બનેલા તસ્કરોએ રવિરત્ન પાર્કમાં મકાનને નિશાન બનાવી 3.15 લાખનો હાથફેરો કરી લીધો હતો. પોલીસના કહેવાતા સઘન રાત્રિ પેટ્રોલિંગની પોલ ખોલી નાખી હતી.

રવિરત્નપાર્કમાં રહેતા અને મોચીબજાર પોસ્ટઓફિસની બાજુમાં જનરલ સ્ટોર ધરાવતા વેપારી જયસુખલાલ હિંમતલાલ ગઢિયાના 24 કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો સોનાના ઘરેણાં, રૂ. 1.67 લાખ રોકડ અને 500-1000ની રૂ. 51 હજારની નોટ સહિત કુલ રૂ. 3.15 લાખની માલમતા ચોરી ગયા હતા. વેપારીએ પોલીસને જણાવ્યા મુજબ, મોરબી સાસરે રહેતી પુત્રીના નણંદની સગાઇ હોવાથી તેઓ પત્ની, સંતાનો સાથે રવિવારે સવારે 7:00 કલાકે મોરબી જવા રવાના થયા હતા. સોમવારે સવારે 9:30 કલાકે પરત આવ્યા હતા. મકાનનો મુખ્ય દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો. આથી પુત્રે બાજુના મકાનમાંથી અગાસીમાં જઇ સીડી રૂમથી ઉતરીને દરવાજો ખોલ્યો હતો. અંદર તપાસ કરતાં બેડરૂમમાં સામાન વેરવિખેર હતો અને કબાટમાંથી રોકડ-ઘરેણાંની ચોરી થયાનું માલૂમ પડતા પોલીસને જાણ કરી હતી. તસ્કરો મકાનની અગાસીની સિમેન્ટની બારી તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. પોલીસે ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતની મદદથી ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસ કર્યો છે.

રવિરત્ન પાર્કમાં તસ્કરોનો હાથફેરો

અન્ય સમાચારો પણ છે...