તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોડીરાત્રે પોલીસની એક ટુકડી બલીને લઈને અજ્ઞાત સ્થળે રવાના

મોડીરાત્રે પોલીસની એક ટુકડી બલીને લઈને અજ્ઞાત સ્થળે રવાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર |રાજકોટ

થાનનીવાડીમાંથી લાંબા સમયથી પોલીસના હાથ નહીં લાગેલા ભૂમાફિયા બલી ડાંગર સહિત ચાર શખ્સોને પોલીસે આબાદ રીતે ઝડપી લીધા હતા. ત્યારબાદ પ્રાથમિક પુછપરછમાં મહત્ત્વની વિગતો બહાર આવતા સોમવારે મોડીરાત્રિના પોલીસની એક ટૂકડી બલી ડાંગરને સાથે લઈ અજ્ઞાત સ્થળે રવાના થઈ ગઈ હતી.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ અર્થે દોડી ગયેલી પોલીસ ટૂકડીના હાથમાં બલીના નાસતા ફરતા સાગરિતો દબોચાય તેવી શક્યતા છે. ઉપરાંત રમકડાંની માફક હથિયારનો ઉપયોગ કરનારા બલીની કબૂલાતના આધારે તેને છુપાવેલા હથિયારો પણ પોલીસ હાથ લાગી જવાની વાતને નકારી શકાતી નથી.

પોલીસની પૂછપરછમાં બલી ડાંગરે વટાણા વેરી દીધા

બલીના ફરાર સાગરીતો કે હથિયાર પકડાવાની સંભાવના

અન્ય સમાચારો પણ છે...