• Gujarati News
  • જેતલસર નજીક મારુતિ પલટી જતાં એકનું મોત

જેતલસર નજીક મારુતિ પલટી જતાં એકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠીતાલુકાના શેખપીપળિયા ગામના પ્રતાપભાઈ કાનાભાઈ બોદર (ઉ.વ.37) મિત્ર જાદવ રામાભાઈ બારડ(રહે.ગાભા, તા.તાલાલા)ની મારુતિ કાર જીજે 12એકે 5147 માં બેસી ખાંભાથી અમદાવાદ જવા 26 મેના રોજ નીકળ્યા હતા. દરમિયાન જેતલસર નજીક અકસ્માતે પલટી ખાઈ ગયેલી કારમાં પ્રતાપભાઈ બોદરનું ઘટનાસ્થળે કાર નીચે દબાઈ જવાથી મોત થયું હતું, જ્યારે ચાલક જાદવ રામાને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. તાલુકા જમાદાર મજનુભાઇ મનાતે કારચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.