• Gujarati News
  • National
  • સાતમા પગારપંચ મુદ્દે જિલ્લા પંચાયતના પેન્શનરોના દેખાવ

સાતમા પગારપંચ મુદ્દે જિલ્લા પંચાયતના પેન્શનરોના દેખાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટજિલ્લા પંચાયત પેન્શનર્સ કર્મચારી મંડળ દ્વારા સાતમા પગાર પંચના તફાવત સહિતના મુદ્દે સોમવારે બહુમાળી ભવન સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે એક કલાકના ધરણાં યોજવામાં અાવ્યા હતા.

સાતમા પગાર પંચનો તફાવત તા. 1 જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર 2016 સુધી લેવાનો થાય છે તે માટે સરકાર દ્વારા તાકીદે હુકમ કરવામાં આવે, ઉપરાંત 2 ટકા ડીએ જુલાઇ-2016થી અને જાન્યુઆરી -2017થી કેન્દ્ર સરકાર દ્વારા રિલીઝ કરાયો છે પણ રાજ્ય સરકાર દ્વારા રિલીઝ કરાઇ નથી તે તાકીદે રિલીઝ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આવી રીતે જાન્યુઆરી - 2016 થી જે કર્મચારીઓ નિવૃત્ત થયા છે તેમને છઠ્ઠા પગારપંચ મુજબના પગારમાં નિવૃત્ત કરાઇ છે. તેમને સાતમા પગારપંચ મુજબ ગ્રેચ્યુઇટી, કોમ્યુટેડ અને રજા પગાર તફાવત બાકી છે તે માટે તાકીદે મળે તેવીમાગણી કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા તબીબી ભથ્થું રૂ.500 કરાયું હોવા છતાં તેનો લાભ મળતો નથી. હાલમાં તબીબી ભથ્થું રૂ.300 મળે છે તે રૂ.500 કરવા, રાજ્ય સરકારના પેન્શનરોને ગંભીર બીમારીમાં સારવાર લેવામાં તથા અચાનક બીમારી વખતે સારવાર લેવામાં થતો ખર્ચ નિયમોની સમજણના અભાવે તિજોરી કચેરીમાં બિલ રિસેમ્બર્સ કરવામાં તકલીફ પડે છે. ઘણીવાર 50 ટકા પણ રકમ મળતી નથી.

કેન્દ્રે મોંઘવારી રિલીઝ કરી પણ રાજ્ય સરકારે અટકાવી

પેન્શનરોને તાકીદે ન્યાય આપવા કરાયેલી માગણી

અન્ય સમાચારો પણ છે...