• Gujarati News
  • National
  • મા બાપનું ઋણ સંતાન ચૂકવી શકતા નથી : અરવિંદજી

મા- બાપનું ઋણ સંતાન ચૂકવી શકતા નથી : અરવિંદજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતા-પિતાનુંઋણ સંતાન કયારેય ચૂકવી શકતા નથી. મા-બાપની સેવા ભગવાનની સેવા તુલ્ય છે. સમાજમાં વૃધ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. તે આપણા માટે ગૌરવની વાત નથી તેમ રેસકોર્સમાં મધુવન ટ્રસ્ટ દ્વારા ચાલતી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પરથી બોલતા શાસ્ત્રી અરવિંદભાઇ રાવલે જણાવ્યું હતું. જીવનમાં સાચવવા જેવી અવસ્થા યુવાવસ્થા છે. કાળમાં કરેલા સારા-નરસા કાર્યો, પ્રવૃત્તિઓ હંમેશાં કાયમી રહે છે.માટે યુવા વસ્થામાં સેવા કાર્ય કરો કે જીવનમાં કદી શરમ અનુભવવી પડે.

ગ્લાની થાય. કથાનું આયોજન પણ યુવાવર્ગની ધર્મમાં અભિરુચિ વધે તે માટે કરવામાં આવ્યું છે. માટે હંમેશા સારા સંકલ્પ કરો તે સિધ્ધ થાય કે થાય તે પછીની વાત છે, પરંતુ સંકલ્પ બી છે જરૂર એક દિવસ વૃક્ષ બનશે. ઇન્દ્રનો અહંકાર ઉતારવા માટે ભગવાન કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. કૃષ્ણની રાસલીલા રાગનું નહીં, પરંતુ ભક્તિનું પ્રતીક છે.

ભાગવતમાં વિષ્ણુ ભગવાનના તમામ અવતારોનું વર્ણન છે. જ્ઞાન સાથે માનવમાં ભક્તિની છોટ પણ હોવી જોઇએ. એકલું જ્ઞાન ઘી વગરની રોટલી જેવું છે. સોમવારે કથા દરમિયાન કૃષ્ણ રુક્મિણી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કરની મુલાકાતે IMAના હોદ્દેદારો

{ બેટીબચાવો, બેટી ભણાવો: સરકારનાબેટી બચાવો કાર્યક્રમને સફળતા મળી છે, પરંતુ એથી પણ આગળ વધીને ગર્લ્સ ચાઇલ્ડને પણ શિક્ષણ અને તમામ પ્રકારના યોગ્ય વાતાવરણ માટેની સમાન તકો મળી રહે માટે પરિસંવાદો, વકતવ્યો અને શાળા,કોલેજમાં વ્યાખ્યાનના આયોજન કરવામાં આવશે.

{ કમળાનુંફ્રી નિદાન, નજીવા દરે રસીકરણ: સાંપ્રતસમયમાં કમળાને લગતા લિવરના જટિલ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આઇ.એમ.એ.રાજકોટ દ્વારા ચોક્કસ વિસ્તારોમાં કમળાની ફ્રી તપાસ કરવાનું આયોજન અને ચોક્કસ પ્રકારના હિપોટાઇટીસ બી માટે નજીવા દરે રસીકરણ કરી આવપાનું વિચારણા હેઠળ છે.

{ વિદ્યાર્થીઓમાટે આરોગ્યલક્ષી ઝુંબેશ: વિદ્યાર્થીકાળદરમિયાન બાળકો, તરુણોમાં શારીરિક, માનસિક અારોગ્યને લગતી સમસ્યાઓની સમજણ માટે જુદી જુદી મેડિકલ શાખાના તબીબો દ્વારા રસપ્રદ માહિતી આપી ઉપયોગી થવાશે, તેમજ માનસિક આરોગ્યના પ્રશ્નોને લઇને ડો.વિજય નાગ્રેચા, ડો.ચેતન હાંસલિયા અને ડો.ભાવેશ કોટક કાર્યરત છે. આત્મહત્યાના બનાવ નિવારવા જીવ-વિશે કાર્યક્રમ અન્વયે મનોચિકિત્સકો પ્રયત્નશીલ છે.

નવનિયુક્ત ટીમે જાહેર કરેલા કાર્યક્રમો

IMA રાજકોટના નવા હોદ્દેદારોની વરણી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓની કટિબધ્ધતા

અન્ય સમાચારો પણ છે...