તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડિમોનિટાઇઝેશનનો પીએમનો નિર્ણય બોલ્ડ : દેવરાજા રેડ્ડી

ડિમોનિટાઇઝેશનનો પીએમનો નિર્ણય બોલ્ડ : દેવરાજા રેડ્ડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

‘ડિમોનિટાઇઝેશનનોવડાપ્રધાનનો નિર્ણય ખૂબ બોલ્ડ છે. તેઓએ પોતાને નુકસાન થશે તેની પરવા કર્યા વગર હાલના સંજોગોની જરૂરિયાત મુજબ નિર્ણય કર્યો છે. હાલના સંજોગોમાં સીએની ભુમિકા પણ મહત્ત્વની છે અને તેમણે સારી અને સાચી સલાહ આપવી જોઇએ’ તેમ આઇસીએઆઇના પ્રેસસ્ડેન્ટ દેવરાજા રેડ્ડીએ સી.એ.ની નેશનલ કોન્ફરન્સમાં પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું.

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની રાજકોટ બ્રાન્ચ દ્વારા ગત 26 અને 27ના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં 350 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરી મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પ્રમુખ ધનસુખભાઇ ભંડેરીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમાજની આર્થિક સ્વાસ્થ્ય જાળવવાનું કામ કરે છે જે રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ મહત્ત્વનું બની રહે છે.

કોન્ફરન્સમાં ઉપસ્થિત વક્તા જે.કે.મિત્તલે જીએસટીનું શનિવારે જે નવું મોડલ કેન્દ્ર સરકારે બહાર પાડ્યું છે જેમાં સપ્લાયની મેઇન ડેફિનેશનમાં ઘણા ફેરફારો કર્યો છે. અગાઉના મોડલમાં સૂચવાયેલા ફેરફારનો નવા મોડલમાં અમલ કરાયો છે. જેના વિશે તેઓએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

સીએની બે દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...