તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અન્ય યાર્ડમાં હરાજીનો પ્રારંભ પણ ટર્નઓવર અડધું થયું

અન્ય યાર્ડમાં હરાજીનો પ્રારંભ પણ ટર્નઓવર અડધું થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટયાર્ડ, ગોંડલ, જેતપુર યાર્ડમાં હરાજીનો પ્રારંભ થઇ ગયો છે પણ ટર્નઓવર અડધું થઇ ગયું છે. રાજકોટ યાર્ડમાં ખરીફ સિઝનમાં તૈયાર થયેલા જણસની દૈનિક 12 કરોડ રૂપિયાનુ ટર્નઓવર થતું હોય છે. પરંતુ હાલ ટર્નઓવર અડધું થઇ 6 કરોડ સુધી પહોંચી ગયું છે. ગોંડલ યાર્ડમાં સોમવારે 8.40 કરોડનુ ટર્નઓવર થયું હતું, સામાન્ય રીતે યાર્ડમાં 18-20 કરોડ રૂપિયાનું ટર્નઓવર થતું હોય છે. ગોંડલ યાર્ડમાં હાલ મગફળીના 15 હજાર ગુણીનું કામ થાય છે જે ગત સિઝનમાં સમયે 40-45 હજાર ગુણીની હરાજી થતી હતી. જેતપુર યાર્ડમાં 86.46 લાખની હરાજી થઇ હતી જે અગાઉ 1થી 1.25 કરોડનું કામ થતું હતું. જસદણ યાર્ડમાં માત્ર મગફળી અને કપાસ બે જણસની હરાજી થઇ હતી. ઉપલેટા અને વાંકાનેર યાર્ડ હરાજીના કામકાજ બંધ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...