બિઝનેસ રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ રિપોર્ટર | રાજકોટ

રાજકોટ,ગોંડલ સહિતના સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગયાર્ડના કમિશન એજન્ટોના કમિશન વધારવા માટે યાર્ડના ચેરમેન સેક્રેટરીને રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને જે જણસીમાં જીએસટી લાગુ પડે છે. તેમાં 50 ટકા વધારો કરવા જણાવ્યું છે. આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવશે.

પ્રમુખ સહિતના સભ્યોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, કમિશન એજન્ટ છેલ્લા ઘણા વર્ષોથી એક ટકાના દરથી કામ કરે છે. કમિશન એજન્ટ માર્કેટ યાર્ડે નિમેલા અધિકારી છે જે ખેડૂત અને વેપારી વચ્ચે સેતરૂપ ભુમિકા નિભાવે છે. જીએસટીનો અમલ થતાં કમિશન એજન્ટોની ભૂમિકા તેમજ તેની જવાબદારીમાં ખૂબ વધારો થયો છે. જીએસટી બાદ મળતું ઓછું કમિશન પરવડે તેમ નથી. જણસીમાં જીએસટી લાગુ થાય છે એના ઉપર કમિશન વધારવામાં આવે તેવી માગણી ઊઠી છે. પ્રમુખ અતુલભાઇ કમાણીના જણાવ્યાનુસાર જીઅેસટી લાગુ થવાથી વધતી જતી મોંઘવારીમાં દુકાન રાખવામાં આવતા માણસોના પગાર અને અન્ય ખર્ચ પોષાઇ શકે એમ નથી.

જીએસટી લાગુ પડતાં જણસીના કમિશનમાં

વધારો કરવા માર્કેટયાર્ડના એજન્ટોની માગણી

અન્ય સમાચારો પણ છે...