તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રૂ. 13 લાખને 30 ટકાથી વટાવવા નીકળેલો યુવાન રંગેહાથ ઝડપાયો

રૂ. 13 લાખને 30 ટકાથી વટાવવા નીકળેલો યુવાન રંગેહાથ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચલણીનોટના બદલામાં રદ થયેલી નોટો લેવા નીકળેલા મોટા મવાના પટેલ યુવાનને માલવિયાનગર પોલીસના સ્ટાફે રંગેહાથ ઝડપી લઈ રૂપિયા 12.80 લાખ જપ્ત કરી ઈન્કમટેક્સના અધિકારીઓને જાણ કરતા આયકરની ટીમ સોમવારે રાત્રે માલવિયાનગર પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં પટેલ યુવાનની પુછપરછ કરતા 30 ટકાના વટાવ સાથે 12.80 લાખના 19 લાખમાં સોદો કર્યાની કબુલાત આપતા મુદ્ે વધુ તપાસ શરૂ કરાઈ છે.

માલવિયાનગર પોલિસ મથકના પોલીસમેન કૃષ્ણદેવસિંહ ઝાલા અને અજયભાઈ લાવડિયા પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે એક કારને અટકાવી તલાશી લેતા તેમાંથી 50, 100 અને 2000ના દરની ચલણી નોટ મળી આવી હતી. કારમાં બેઠેલા સંજય છગનભાઈ પટેલની પુછતાછ કરતા 12.80 લાખની ચલણી નોટના બદલવામાં એક પાર્ટી સાથે 19 લાખમાં સોદો કર્યો હતો. નવી જૂની ચલણી નોટ સામે 30 ટકાના વટાવ સાથે રદ થઈ ગયેલી 500 અને 1000ના દરની નોટ લેવાની હતી.

જો કે, સંજય પટેલ મૂળ પાર્ટી પાસે પહોંચે તે પહેલા સૂર્યમુખી હનુમાન મંદિર પાસેથી ઝડપાઈ ગયો હતો. ઘટના અંગે રાજકોટ ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓને રાત્રે જાણ કરવામાં આવતા એક ટીમ માલવિયાનગર પોલીસ મથક દોડી ગઈ હતી અને રૂપિયા 50, 100 અને 2000ના દરની 12.80 લાખની ચલણી નોટ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ રદ થયેલી 19 લાખની નોટ કોની પાસેથી લેવાની હતી તે અંગે પણ તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

ઈન્કમટેક્સના અધિકારીઓએ બેનામી રોકડ જપ્ત કરી

6 લાખ કમિશન મળે તે પહેલા રસ્તામાં પોલીસ ભેટી ગઈ

અન્ય સમાચારો પણ છે...