તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ખુરશીઓ ઊલળે અને જય પાટીદારના નારા લાગે તે માટે પાસના 200 કાર્યકરની અટકાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુરશીઓ ઊલળે અને જય પાટીદારના નારા લાગે તે માટે પાસના 200 કાર્યકરની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંપાટીદાર અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ કરેલા દેખાવના ઘેરા પડઘા પડ્યા હતા. રવિવારે જસદણમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કાશીબેન દામજીભાઇ પરવાડિયા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જસદણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ પાસના કાર્યકરો દેખાવ કરશે તેવી ભીતિને પગલે સભામંડપમાં રહેલી તમામ ખુરશીઓને બાંધી દેવામાં આવી હતી, તેમજ શનિવારથી અટકાયતનો દોર શરૂ કરવામાં આવ્યો હતો અને રવિવાર બપોર સુધીમાં 200 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

આટકોટ ખાતે કાશીબેન દામજીભાઇ પરવાડિયા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થવાનું છે. 200 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને શિલાન્યાસ પ્રખ્યાત રામાયણી મોરારિબાપુના હસ્તે જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તા.8ને ગુરુવારે સુરતના અબ્રામામાં આયોજિત પાટીદાર અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરો પોલીસને ચકમો આપી સભામંડપમાં પહોંચી ગયા હતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રવચન શરૂ થયા ત્યારે ખુરશીઓ ઊલાળી દેખાવ કર્યો હતો.

સુરતની ઘટનાને ધ્યાને લઇ રાજકોટ જિલ્લા પોલીસ તંત્ર જસદણના કાર્યક્રમને લઇને એલર્ટ બન્યું હતું. શનિવાર બપોરથી પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો હતો. રવિવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રીનું આગમન થવાનું હતું ત્યાં સુધી મુખ્ય દરવાજા પાસે પણ પોલીસના ધાડા ઊભા રખાયા હતા અને શકમંદોને ત્યાંથી અટકાવી અજ્ઞાત સ્થળે લઇ જવાતા હતા. શનિવારથી કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધીમાં પોલીસ દ્વારા 200 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. એટલું નહીં સભામંડપમાં ગોઠવવામાં આવેલી તમામ ખુરશીઓને એકબીજાથી બાંધવામાં આવી હતી. એકલ-દોકલ દેખાવકાર ખુરશી ઊંચકીને ઊલાળી શકે નહીં તે માટે તમામ ખુરશીઓ બાંધવામાં આવી હતી. દેખાવકારોને મંડપ સુધી નહીં પહોંચવા દેવામાં તંત્ર સફળ થયું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના પછાત ગણાતા જસદણ-વીંછિયાના વિકાસ માટે સતત ચિંતા કરી હતી અને એજ માર્ગ પર ચાલીને જસદણ-વીંછિયાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો રૂપાણીએ દાવો કર્યો હતો. રૂપાણીએ સરકારની આરોગ્યલક્ષી મા અમૃતમ્ અને વાત્સલ્ય યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો કોલ આપી, સૌની યોજનાથી સૌરાષ્ટ્રની કાયાપલટ થઇ જાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

જસદણના વિકાસ માટે નરેન્દ્રભાઇ ચિંતિત હતા, હું પણ વિસ્તારના વિકાસને પ્રાધાન્ય આપીશ

જસદણમાં 200 બેડની હોસ્પિટલનું મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો