તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચોરી કરવા નીકળેલા બે તસ્કરે લોહાણા યુવાનની હત્યા કરી’તી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી કરવા નીકળેલા બે તસ્કરે લોહાણા યુવાનની હત્યા કરી’તી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાજંકશન પ્લોટ વિસ્તારમાં દસ દિવસ પૂર્વે યુવકને તેના ઘરના ફળિયામાં છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ગણતરીની મિનિટોમાં બનેલી ઘટનાએ અનેક રહસ્યો સર્જ્યા હતા. પોલીસે ભેદી ઘટના પરથી રહસ્યનો પડદો ઊંચકી નાખ્યો હતો. ચોરી કરવા નીકળેલા બે તસ્કરોને યુવકે ટપારતાં તસ્કરોએ છરીનો ઘા ઝીંકી હત્યા કર્યાનું ખૂલતા પોલીસે બંને રીઢા શખ્સોને દબોચી લીધા હતા.

જંકશન પ્લોટમાં રહેતા જીજ્ઞેશ જગદીશભાઇ ગોકાણી (ઉ.વ.27)ની ગત 30મીના રાત્રીના 12.30 વાગ્યાના અરસામાં તેના ઘરના ફળિયામાં દાદરા નીચેથી લાશ મળી આવી હતી. યુવકને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જીજ્ઞેશનો નાનોભાઇ તેની પાંચ વર્ષની પુત્રીને લેવા આવ્યો હતો અને ભત્રીજીને ભાઇને હવાલે કર્યા બાદ તેની હત્યા થઇ હતી. જીજ્ઞેશને કોણે અને શા માટે મોતને ઘાટ ઉતાર્યો તે બાબત પોલીસ માટે પડકારરૂપ બની હતી.

હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તમામ પ્રયાસો શરૂ કર્યા હતા અને મૃતકની પત્ની, તેના પરિચિતો, જીજ્ઞેશના મિત્રો સહિતનાઓની પૂછપરછ કરી હતી, પરંતુ હત્યાનો ભેદ ઉકેલાય તેવી એકપણ કડી મળી નહોતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ નિનામા અને મહાવીરસિંહ જાડેજાને હકીકત મળી હતી કે, જીજ્ઞેશની હત્યામાં તોપખાના વિસ્તારમાં રહેતા સાવન ઉર્ફે લાલી તથા સતિષ નામના શખ્સની સંડોવણી છે અને બંને શખ્સો સાંઢિયા પુલ નજીક એરપોર્ટની દીવાલ પાસેના બગીચામાં બેઠા છે.

હકીકત મળતાં પીએસઆઇ ધડુક સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને સાવન ઉર્ફે લાલી સંજય વાઘેલા (ઉ.વ.19) અને સતિષ બાબુ પરમાર (ઉ.વ.31)ને સકંજામાં લઇ પૂછપરછ કરતા બંનેએ હત્યાની કબૂલાત આપી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાની રાત્રે જીજ્ઞેશ ગોકાણી ઘર પાસે ફળિયામાં ઊભો હતો ત્યારે સાવન અને સતિષ ચોરીના ઇરાદે શેરીમાં આંટાફેરા કરતા હતા.

બંને શખ્સોને જીજ્ઞેશે ટપારતાં બોલાચાલી થઇ હતી અને જીજ્ઞેશે કુખ્યાત સાવન ઉર્ફે લાલીના વાળ પકડતાં તે ઉશ્કેરાયો હતો અને તેણે પોતાની પાસે રહેલી છરીનો ઘા જીજ્ઞેશને ઝીંકી દીધો હતો, હુમલા વખતે સતિષે વેપારી યુવકને પકડી રાખ્યો હતો.

તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, સાવન ઉર્ફે લાલી અગાઉ વાહન ચોરી, મારામારી અને દુષ્કર્મ કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તેમજ સતિષ જુગાર રમતા પકડાયો હતો. પોલીસે ઝડપાયેલા બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.

હત્યાનો ભેદ ઉકેલાયાની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે માહિતી આપી હતી.

ઘરના ફળિયામાંથી હત્યા કરી નખાયેલી લાશ મળી હતી

જંકશનમાં 10 દિવસ પૂર્વે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો