તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગણેશોત્સવમાં વિવિધ સ્પર્ધાઓના આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશોત્સવમાં વિવિધ સ્પર્ધાઓના આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંવિવિધ સ્થળે ગણેશોત્સવની ઉજવણી સાથે વિવિધ સ્પર્ધાઓના પણ આયોજન કરાયા છે. સ્પર્ધામાં વિજેતાઓને 251થી માંડી 7000 સુધીના રોકડ ઇનામ ઉપરાંત મિક્સર, મોબાઇલ, બ્લેન્ડર, હોમ થિયેટર, ઘરઘંટી જેવા ઇનામો અપાઇ રહ્યા છે.

શાસ્ત્રી મેદાનમાં રાજકોટ કા રાજાના સ્થાપક અને સિનેટેશન કમિટીના ચેરમેન આશિષભાઇ વાગડિયાના જણાવ્યા મુજબ 11 દિવસ દરમિયાન આરતી, સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, દુલ્હન સ્પર્ધા, મોદક તેમજ નૃત્ય સ્પર્ધાના આયોજન કરાયા છે. જેમાં વિજેતાઓને 2500, 5000 અને 7000ના રોકડ ઇનામ આપવામાં આવશે.

ઉપરાંત મિક્સર, બ્લેન્ડર, મોબાઇલ, હોમ થિયેટર, ઘરઘંટી જેવા ઇનામો પણ અપાશે. વિજેતાઓને પૂર્ણાહુતિ સમયે ઇનામનું વિતરણ કરાશે, જ્યારે ત્રિકોણબાગ કા રાજાના સ્થાપક જિમ્મી અડવાણીએ જણાવ્યું હતું કે, શ્લોક, જોક્સ, આરતી, મહેંદી તેમજ દાંડિયા રાસ સ્પર્ધાનું આયોજન ઉજવણી દરમિયાન કરાયું છે. 251, 551, 751ના રોકડ ઇનામ ઉપરાંત રસોઇના વિવિધ મસાલા, હેર ઓઇલ સહિતની ગિફ્ટહેમ્પર વિજેતાઓને અપાશે. રેસકોર્સમાં ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ આયોજિત ગણેશોત્સવની ઉજવણીમાં ચિત્ર સ્પર્ધા, મોદક સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે, જેમાં વિજેતાઓને મોમેન્ટો, 251થી 551 સુધીની રોકડ રકમના ઇનામો અપાતા હોવાનું કિશોરભાઇ રાઠોડે જણાવ્યું હતું.

વિજેતાઓને મિક્સર, ઘરઘંટી જેવી ભેટ

251 થી 7000 સુધીના રોકડ ઇનામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો